દાહોદમાં સાડા ચાર ઇંચ વરસાદ… પાનમ અને દુધમતી નદી બે કાંઠે વહી

દાહોદમાં સાડા ચાર ઇંચ વરસાદ… પાનમ અને દુધમતી નદી બે કાંઠે વહી
Spread the love

દાહોદ,

દાહોદ સહિત જિલ્લામાં મેઘરાજા સતત ત્રણ દિવસથી મહેરબાન રહ્યા છે. વરસતા વરસાદની વચ્ચે દાહોદ શહેર સહિત જિલ્લાની નદીઓ બંન્ને કાંઠે વહેતી નજરે પડી હતી. દાહોદની દુધમતી નદી અને દેવગઢ બારીઆની પાનમ નદીના બે કાંઠે વહેવા લાગી છે. દાહોદ જિલ્લાના તળાવોમાં પણ વરસાદી પાણી ભરાયા હતા. દાહોદરમાં નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાતી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકમાં સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. દાહોદ શહેરમાં સાડા ચાર ઇંચ એટલે કે ૧૧૧ મીમી વરસાદ નોંધાયો હતો.

વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી દાહોદ જિલ્લામાં સર્વત્ર વરસાદી પાણી જાવા મળી રહ્યા છે. દાહોદ જિલ્લાના ડેમોની સપાટી પણ ઉપર આવતા ઓવર ફ્લોની Âસ્થતીમાં છે. દાહોદના ગોધરા રોડ સ્થિત વ્હોરા સમાજના કબ્રસ્તાનમાં ઝાડ તેમજ વીજ પોલ ધરાશાયી થઇ ગાય હતા. ઉકરડી રોડ નુરબંગલા પાસેની સોસાયટીમાં આળેલ મકાનોમાં વરસાદી પાણી ભરાઇ ગાય હતા. ખડ્ડા કોલોની પરેલમાં પણ મકાનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. લીમખેડાના વિશ્રામગૃહ ખાતે પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ફતેપુરા તાલુકાના ડુંગર ગામ અને ઝેર ગામે વચ્ચે નીકળતી વલઈ નદીમાં પાણી વધારે આવતા તંત્ર દ્વારા સમય સુચકતા વાપરી આ સ્થળેથી લોકોની અવર જવર બંધ કરાવી બેરીકેટ મુકી દેવામાં આવ્યા છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!