૭૧ વર્ષ જૂનો આર કે સ્ટુડિયો તોડી પડાયો, રિચા ચઢ્ઢાએ દુઃખ વ્યક્ત કર્યું

૭૧ વર્ષ જૂનો આર કે સ્ટુડિયો તોડી પડાયો, રિચા ચઢ્ઢાએ દુઃખ વ્યક્ત કર્યું

મુંબઈ,
મુંબઈના ચેમ્બુર સ્થિત ૭૧ વર્ષ જૂનો આર કે સ્ટુડિયો હવે ભૂતકાળ બની ચૂક્્યો છે. ગુરૂવાર (૮ ઓગસ્ટ)ના રોજ સ્ટુડિયોને તોડી પડાયો હતો. સ્ટુડિયો તૂટતાં બોલિવૂડ સેલેબ્સ દુઃખી થયા હતાં અને તેમણે સોશિયલ મીડિયામાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું. માનવામાં આવે છે કે ગોદરેજે આ સ્ટુડિયો ૨૦૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે અને અહીંયા આધુનિક રેસિડેન્સીયલ એપાર્ટમેન્ટ અને રિટેલ સ્પેસ ડેવલપ કરાશે. એક્ટ્રેસ રિચા ચઢ્ઢાએ ટ્‌વીટ કરી હતી, ‘હું આ સ્ટુડિયો સાથે વયક્તિગત રીતે જાડાયેલી નથી. જાકે, આ વાતથી મારું દિલ તૂટી ગયું. આઈકોનિક સ્ટુડિયો..આશા છે કે સરકાર આના સંરક્ષણ માટે કોઈ પગલું ભરશે, આગામી પેઢીઓ માટે આને બચાવે. આ સ્ટુડિયોમાં બનાવવામાં આવેલી ફિલ્મ્સનું હિંદી સિનેમામાં ઘણું જ મોટું યોગદાન છે.’ નિખિલ અડવાણીએ આર કે સ્ટુડિયો તૂટવાના ન્યૂઝને રિટ્‌વટ કરીને બ્રોકન હાર્ટની ઈમોજી મૂકી હતી. આ ટ્‌વીટમાં કહેવામાં આવ્યું હતું, ‘૧૯૪૮માં સ્થાપિત, આ સ્ટુડિયો મૂવી લિજેન્ડનું હેડ ક્વાર્ટર રહ્યું છે. રાજ કપૂર ફિલ્મ પ્રોડક્શન કંપની, આરકે ફિલ્મ્સ તથા બહુ બધી બ્લોકબસ્ટર ફિલ્મ્સ અહીંયા શૂટ કરવામાં આવી હતી. ખાસ કરીને ૧૯૭૦ તથા ૮૦ના દાયકામાં’.

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Right Click Disabled!