રાષ્ટ્રીય લઘુમતી પંચના સભ્ય સુનીલ સિંધીએ અંબાજી મંદિરના દર્શન કર્યા

રાષ્ટ્રીય લઘુમતી પંચના સભ્ય સુનીલ સિંધીએ અંબાજી મંદિરના દર્શન કર્યા
Spread the love

અમીત પટેલ,અંબાજી

ગુજરાતના લોકપ્રિય શક્તિપીઠ અંબાજી મંદિર માં આજરોજ રાષ્ટ્રીય લઘુમતી પંચ ના સભ્ય સુનીલ સિંઘી એ માઉન્ટ આબુ થી અંબાજી આવી અંબાજી માતાજીના દર્શન કર્યા હતા, તેમને માતાજીના ગર્ભગૃહ માં જઈ પૂજા-અર્ચના કરી હતી અને ત્યારબાદ અંબાજી મંદિરના પુજારી દ્વારા તેમને ચૂંદડી ઓઢાડી આશીર્વાદ આપવામાં આવ્યા હતા.સુનિલભાઇ સિંધી મૂળ રાજસ્થાનના શિરોહી ગામના વતની છે અને વર્ષોથી અમદાવાદ ખાતે વસવાટ કરે છે

તેમણે એક મુલાકાતમાં રાષ્ટ્રીય લઘુમતી પંચ ના સભ્ય એ જણાવ્યું હતું કે લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી લઘુમતીઓના સર્વાંગી વિકાસ માટે સતત ચિંતા કરે છે તેમણે એ પણ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર શ્રીના વિવિધ વિભાગો અને ખાતાઓ દ્વારા લઘુમતીઓના વિકાસ માટે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ પણ ચલાવવામાં આવે છે વધુમાં તેમણે કહ્યું હતું કે લઘુમતીઓના સામાજિક, શૈક્ષણિક તથા આર્થિક એમ સર્વાંગી વિકાસ કરવા સરકાર કટિબદ્ધ છે અને લઘુમતિ સમાજના બાળકો સારું શિક્ષણ મેળવી મેળવી શકે તે માટે લઘુમતીઓ માટે ફાળવવામાં આવતા બજેટની રકમમાં માતબર વધારો કરાયો છે અને પુરતા પ્રમાણમાં સ્કોલરશિપ પણ આપવામાં આવે છે તેમની સાથે બનાસકાંઠા સમાજ કલ્યાણ અધિકારી શ્રી એસ એમ લીમ્બાચીયા અને અધિકારીઓ આગેવાનો હાજર રહ્યા હતા

Admin

Admin

9909969099
Right Click Disabled!