કડી અડરબ્રિજમાં પાણી ભરાતા એક થી બે કિલોમીટર જેટલા ટ્રાફિક જામ

કડી અડરબ્રિજમાં પાણી ભરાતા એક થી બે કિલોમીટર જેટલા ટ્રાફિક જામ
Spread the love
કડીમાં અંડરબ્રિજમાં વરસાદી પાણી ભરાતા  વડવાળા હનુમાન મંદિર પાસે ટ્રાફિકની સમસ્યા ઉદ્દભવી

શુક્રવારના રાત્રી ના નવ થી સવારના પાંચ વાગ્યા સુધીમાં કડીમાં 12 ઇચ થી પણ વધારે વરસાદ વર્ષો હતો અને કડી શહેરમાં વિવિધ જગ્યાએ પાણી ભરાવાના પ્રશ્નો ઉભા થયા હતા. કડીથી થોળ રોડ ઉપર આવેલ અંડરબ્રીજમાં વરસાદી પાણી ભરાતા કડી શહેરમાં ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.થોળ રોડથી ડાયવર્ઝન આપતા બાલાપીર સર્કલ  તેમજ વડવાળા હનુમાન મંદિર આગળ ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિકની સમસ્યા ઉદ્દભવી હતી તેના કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.દિવસમાં ઘણી વખત ટોત્ય એકાદ કિલોમીટર જેટલો ટ્રાંફિક જામ જોવા મળે છે.આટલા મોટા પ્રમાણમાં ટ્રાંફિક જામની સમસ્યા ઉદભવતી હોવા છતાં સ્થાનિક તંત્ર દ્વારા ટ્રાંફિક સમસ્યાના નિરાકરણ માટે કોઈ પગલાં હજુ સુધી લેવામાં આવ્યા નથી.લાખો રૂપિયાના ખર્ચે બનેલ અન્ડરબ્રિજના આજુબાજુ પુછતા જાણવા મળે કે આ અંડરબ્રિજને વરસાદી પાણીના નિકાલ કરતાં કરતાં  ત્રણથી ચાર દિવસ લાગી શકે તેમ છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!