ગુજરાત સાયન્સ સીટીમાં ડૉ. વિક્રમ સારાભાઈની શતાબ્દી જન્મ જયંતિની ઉજવણી

ગુજરાત સાયન્સ સીટીમાં ડૉ. વિક્રમ સારાભાઈની શતાબ્દી જન્મ જયંતિની ઉજવણી
Spread the love

‘‘ડૉ. વિક્રમ સારાભાઈએ એટોમિક એન્ડ સ્પેસ સાયન્સને પ્રોત્સાહન આપ્યું હતું પરંતુ તેનો ઉપયોગ સમાજના સમાજિક અને આર્થિક ઉત્થાન માટે કરવાની હિમાયત કરી હતી. જા ન્યુક્લિઅર અને આઉટર સ્પેસ ટેકનોલોજીનો શાંતિપૂર્ણ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવે તો તેનાથી પૃથ્વી પર સ્વર્ગ રચાઈ શકે’’ આ શબ્દો કહ્યાં હતા ઈસરોના ભૂતપૂર્વ વૈજ્ઞાનિક આર.એમ. પંડ્યાએ, જ્યારે તેઓ આજે સાયન્સ સીટી ખાતે યોજાયેલ ડા. વિક્રમ સારાભાઈ શતાબ્દી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે સંબોધી રહ્યાં હતા. આ પ્રસંગે આર.એમ. પંડ્યાએ જણાવ્યું હતુ કે ‘‘જા ન્યુક્લિઅર અને આઉટર સ્પેસ ટેકનોલોજીનો દૂરૂપયોગ કરવામાં આવે તો ભયાનક ઉથલપાથલ સર્જાઈ શકે તેવી ચેતવણી ડા. સારાભાઈએ આપી હતી.’’

આ સાથે તેમણે ૨૫ વિદ્યાર્થીઓના પીએચડી માર્ગદર્શક રહ્યાં હોવાની યાદ અપાવતા તેમણે ઈસરો, પીઆરએલઆઈઆઈએમ અને અટીરાને પણ માર્ગદર્શન આપ્યું હતું. તે જણાવતા યાદ કર્યુ હતુ કે ‘‘ડા. સી.વી. રામને પણ ડા. સારાભાઈને બંને તરફથી સળગતી ચિનગારી જેવા કહી વખાણ કર્યા હતા.’’ અત્રે ઉલ્લેખનીય છે કે ઈસરોએ ગત માસે જે ચંદ્રાયાન-૨ લોન્ચ કર્યુ તેનું નામ પણ આ મહાન અમદાવાદી વૈજ્ઞાનિક પરથી પાડવામાં આવ્યું છે. ડા. સારાભાઈને ઈન્ડિયન સ્પેસ પ્રોગ્રામના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે જેઓ ૧૯૧૯માં ૧૨મી ઓગષ્ટે અમદાવાદમાં જન્મ્યા હતા. ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી-ગુજકોસ્ટ તથા ગુજરાત સાયન્સ સીટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ ઉજવણીમાં અંદાજે ૨૦૦થી વધુ એન્જિનિયરના વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!