વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ૫૫૦૦ સામાજિક સંસ્થાઓ દ્વારા સિંહ જાગૃતિ રેલી
વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ૫૫૦૦ સામાજિક સંસ્થાઓ દ્વારા ૧૧,૩૦,૩૭૨ લોકોએ સાસણ ગીર ખાતે સિંહ જાગૃતિ રેલી કાઢીને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. આ પ્રસંગે મુખ્ય વન સંરક્ષક વસાવડાજી, સરપંચ બલોચજી સહિત વન્ય અધિકારીઓની હાજરીમાં વર્લ્ડ રેકોર્ડના ગુજરાત પ્રમુખ અશ્વિન ત્રિવેદી, ઉપપ્રમુખ રાજીવ શ્રીવાસ્તવ દ્વારા વર્લ્ડ રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.