સામતસર તળાવ ખાતે બનેલ રિવરફ્રન્ટને ભ્રષ્ટાચાર આભડી ગયો..?

સામતસર તળાવ ખાતે બનેલ રિવરફ્રન્ટને ભ્રષ્ટાચાર આભડી ગયો..?

તળાવની એક સાઇટ બનાવેલ પાળી પર તિરાડો પડી ગઈ

હળવદ શહેરમાં આવેલ સામતસર તળાવ ખાતે પાલિકા દ્વારા શહેરીજનોની સુખાકારીમાં વધારો થાય તેવા હેતુ સાથે કરોડોના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવામાં આવી રહ્યો છે પરંતુ આ રિવરફ્રન્ટનું કામ એટલી હદે બોગસ કરવામાં આવ્યું છે કે પ્રથમ વરસાદે જ કોન્ટ્રાક્ટરનું પાપ છતું થયું છે તળાવની એક સાઈડ બાંધેલ પાળીમા મસમોટી તિરાડો પડી જતા ભ્રષ્ટાચાર થયાનું ખુલવા પામ્યું હોય તેમ જણાય રહ્યું છે કે કેમ?

છેલ્લા બે વર્ષથી શહેરમાં આવેલ સામસર તળાવ ખાતે બની રહેલા રિવરફ્રન્ટના કામમાં ગેરરીતિ થતી હોવાના અનેક વાર આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે હળવદમાં પડેલ વરસાદને પગલે કોન્ટ્રાક્ટર દ્વારા કરેલ નબળી કામગીરી છતી થઈ છે માત્ર પહેલા વરસાદે જ રિવરફ્રન્ટ પર બાંધેલ પાળીમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે ત્યારે અહીં સવાલ એ થાય છે કે માત્ર પહેલા વરસાદે નબળી કામગીરી ઊડીને આંખે વળગે છે જ્યારે હાલ તળાવમાં પાણીની આવક વધુ હોય આવનાર દિવસોમાં શું થશે તે જોવાનું રહ્યું??

કામ ચાલુ થયું ત્યારથી જ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે : કોગ્રેસ

પાલિકા અને કોન્ટ્રાક્ટર સાથે મળીને રિવરફન્ટ બનાવવાના બહાને મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા હોવાનું અમે અનેકવાર રજૂઆતો દ્વારા કહી ચૂક્યા છીએ તેમ છતાં પણ પાલિકાતંત્ર નબળી કામગીરી કરી રહેલ કોન્ટ્રાક્ટરને છાવરી રહી છે આ શહેરીજનોની સુખાકારી માટે નહીં પરંતુ માત્ર પોતાના ગજવા ભરવા કામ કરવામાં આવતું હોવાના ધગધગતા આક્ષેપો હળવદ કોંગ્રેસના પાલિકા સદસ્ય વાસુદેવભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યા હતા

એન્જિનિયરને સર્વે કરવા સૂચનાઓ અપાઈ છે : ચીફ ઓફિસર

હળવદમાં બે દિવસથી પડેલ વરસાદને કારણે રિવરફ્રન્ટ પર બનાવેલ પાળી અને તેની બંને બાજુ લગાવેલ પથ્થર અમુક જગ્યા ઉપર ઉખઠી ગયા છે તેમજ પાળીમાં તિરાડો પડી ગઈ છે જેથી એન્જિનિયરને સૂચનાઓ આપી સર્વે કરવાની કામગીરી હાલ ચાલુ કરવામાં આવી હોવાનું હળવદ પાલિકા ચીફ ઓફિસર સાગરભાઇ રાડિયાએ જણાવ્યું હતું

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Right Click Disabled!