લાઠીના શાખપુર ૭૩માં રાષ્ટ્રીય પર્વે દાતાઓનો વિદ્યાર્થી પ્રત્યે ઉદાર અભિગમ

લાઠીના શાખપુર ૭૩માં રાષ્ટ્રીય પર્વે દાતાઓનો વિદ્યાર્થી પ્રત્યે ઉદાર અભિગમ
Spread the love

લાઠી તાલુકા ના શાખપુર ગામના સરપંચ શ્રી મોતીબેન કસોટીયા ના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું શાખપુર ગામના વતની એવા શ્રી રાજુભાઈ ધનજીભાઈ કૂઈવાળા દ્વારા આંગણવાડી થી ધોરણ ૧થી ૧૦ ના તમામ ૪૮૫ બાળકોને જરૂરિયાત પ્રમાણે કીટ અને દક્ષિણા રૂપે તમામ બાળકોને ૧૧ રુપિયા આપવમાં આવી હતી અને તમામ ઉપસ્થિત બાળકો,ગ્રામજનો અને સ્ટાફ સર્વે ને લાઈવ ઢોકળા નો નાસ્તો પણ દાતા શ્રી રાજુભાઈ તરફ થી કરવામાં આવ્યો હતો આ દિવસે વાલી મિટિંગ પણ રાખવામાં આવી હતી.ગામના સરપંચ શ્રી ખોડિયાર મંડળ ના તમામ યુવાનો અને બહોળી સંખ્યામાં  ગ્રામજનો હાજર રહ્યા હતા.અને પૂર્વ સરપંચ શ્રી લક્ષ્મણ ભાઈ બલર અને જસુ ભાઈ ખુમાણ તેમજ પૂર્વ આચાર્ય શ્રી વસંત બેન સીતાપરા એ સરકારી શાળા ના શિક્ષણ વિશે તમામ વાલી ઓને માહિતગાર કરી સરકારી શાળા નો વધુમાં વધુ લાભ લેવા જણાવ્યું હતું.સરકારી માધ્યમિક શાળામાં આજુબાજુના પાચતલાવડા,કલ્યાણપુર,નાનીવાવડી ના બાળકો પણ અભ્યાસ માટે આવેે છે સરકારી માધ્યમિક શાળા ના આચાર્ય શ્રી પાર્થ ભાઈ તેરૈયા, શાખપુર કુમાર શાળા ના આચાર્ય શ્રી નીતા બેન મેશિયા, કન્યા શાળા ના આચાર્ય શ્રી  ઇલાબેન મેર આંગણવાડી વર્કર  શ્રી મધુબેન હિંગોળ,રસીલા બેન તથા તમામ સ્ટાફે સારી એવી જહેમત ઉઠાવી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો. પૂર્વ સરપંચ શ્રી લક્ષ્મણ ભાઈ બલર, વાલજી ભાઈ સીતાપરા,જેરામ ભાઈ બલર,ઉપ સરપંચ શ્રી માવજી ભાઈ સીતાપરા, સલીમ ભાઈ મલેક, સંદીપ ભાઈ મંત્રી, જસુભાઈ ખુમાણ વગેરે ખાસ હાજર રહ્યા હતા.

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!