અંકલેશ્વર પોલીસે મોતાલી ગામ પાસેથી એક બુટલેગરને ઝડપી લીધો

અંકલેશ્વર પોલીસે મોતાલી ગામ પાસેથી એક બુટલેગરને ઝડપી લીધો
Spread the love

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસે નાઈટ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મોતાલી ગામ પાસેથી રીક્ષામાં વિદેશી દારૂ લઈ જવામાં આવનાર છે જેવી બાતમીના આધારે પોલીસે મોતાલી ગામના સ્મશાન પાસે વોચ ગોઠવી બાતમી વાળી રીક્ષા આવતા પોલીસે અટકાવતા રીક્ષામાં બે ઈસમો અંધારાને પગલે ફરાર થઇ ગયા હતા.

પોલીસે રીક્ષા ચાલકને પકડી રીક્ષામાં તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની ૪૫ નંગ બોટલ મળી આવી હતી પોલીસે અંકલેશ્વરના તાડ ફળીયામાં રહેતા શાહરૂખ નજીર મલેકને ઝડપી પાડ્યો હતો પોલીસે વિદેશી દારૂ અને રીક્ષા મળી કુલ ૬૮ હજારથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો જયારે ફરાર થઇ ગયેલા સલીમ મલેક અને રાહુલ અર્જુનભાઈ વસાવા વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ અંગેનો ગુનો નોંધી તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!