કડી નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી
IMPACT
કડી નગરપાલિકા દ્વારા રખડતા ઢોર ને પકડવામાં આવ્યા* કડી નગરપાલિકાન ઢોર પકડ ટીમ દ્વારા જાહેર રસ્તાઓ ઉપર ફરતી 65 જેટલી ગાયોને ડબ્બામાં પુરી દેવામાં આવી છે. કડી શહેરમાં જાહેર રસ્તાઓ ઉપર ફરતા અને રોડ ઉપર જ બેસી રહેતા ઢોર ન ત્રાસ ને લીધે ઘણાબધા લોકો અકસ્માતનો ભોગ બન્યા છે જેમાં કેટલાક લોકો આજીવન અપંગ બની ગયા છે ત્યારે લોકાર્પણ ન્યૂઝ દ્વારા થોડા દિવસ પહેલા આ ઢોરો ના ત્રાસ થી લોકો હેરાન પરેશાન થયી રહયા છે તેવો અખબારી લેખ જાહેર કર્યો હતો જેની નોંધ લઈ કડી નગર પાલિકા તરતજ એક્શનમાં આવી ગયી હતી અને નગરપાલિકાના ઢોર પકડ ટીમ દ્વારા શહેરમાં બાલાપીર સર્કલ,કડી-છત્રાલ હાઇવે, મુખ્ય બજાર, નાનીકડી રોડ જેવા વિવિધ વિસ્તારોમાંથી 65 જેટલી ગાયો પકડી લેવામાં આવી હતી.પકડેલા ઢોર નગરપાલિકાંઈ સામેના મેદાનમાં અત્યારે હાલ રાખવામાં આવેલ છે.મળતી માહિતી મુજબ બે દિવસમાં પકડેલા ઢોર ને ડીસા ખાતે આવેલ ગૌશાળામાં લઈ જવામાં આવશે એવું પાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર કલ્પેશ આચાર્યે જણાવ્યુ હતું.