દાહોદના ગઢબાર ખાતે આશ્રમ શાળાનું લોકાર્પણ

દાહોદના ગઢબાર ખાતે આશ્રમ શાળાનું લોકાર્પણ
Spread the love

દાહોદના ગઢબાર ખાતે ઉદારદિલ સુરત સ્થિત મૂળ સૌરાષ્ટ્ર  દાતા કનુભાઈ પરિવારના આર્થિક સહયોગથી ૫૦ લાખ ના ખર્ચે આદિવાસી બાળકોના શિક્ષણ માટે અતિ અદ્યતન આશ્રમ શાળા નિર્માણ કરાવી ગુજરાતના દાહોદ અને ગઢબાર જિલ્લા સાંસદ શ્રી વજેસિંહ અને ચંદ્રિકાબેન સહિતના મહાનુભવોની વિશાળ ઉપસ્થિતિ માં ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી ના વરદહસ્તે લોકાર્પણ કરાયું.

આદિવાસી વિસ્તારમાં નમૂના રૂપ સેવા સંસ્થા ઓ ચલાવતા ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી સુરત મુંબઈ અમદાવાદ સહિતના શહેરો માંથી ઉદારદિલ દાતા પાસે આર્થિક સહયોગ મેળવી આદિવાસી વિસ્તાર માં ૧૦૮ આશ્રમ શાળા નિર્માણ કરવાના સંકલ્પમાં ૫૭ ઉપરાંત આશ્રમ શાળા ઓ નિર્માણ કરાવી ચુક્યા છે આશ્રમ શાળા ના છાત્રોને ખેલકુદ ક્ષેત્રે તાલુકા જિલ્લા થી લઈ રાજ્ય અને નેશનલ ઇન્ટરનેશનલ સુધી પહોંચાડી રહ્યા છે.

સૌરાષ્ટ્ર ના ઉદારદિલ દાતા ઓ ના સહયોગ થી ઉતરોતર આશ્રમ શાળા માટે કરોડો ના ખર્ચે દાહોદ અહવા ડાંગ અરવલ્લી સહિત માં સતત ભ્રમણ કરી આશ્રમ શાળા ઓ માટે આશીર્વાદ રૂપ ક્રાંતિકારી સ્વામી શ્રી માર્ગીયસ્મિતજી એ કહ્યું ૧૦૮ પારા ની માળા થી કલ્યાણ થાય છે કે નહીં પણ ૧૦૮ આશ્રમ શાળા થી ઈશ્વર સ્વયંમ ખુશ થશે તેમ જણાવ્યું હતું.

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!