હળવદના વેગડવાવ રોડપર બ્રોડબેન્ડની ખોદકામથી અકસ્માત સર્જાવાનો ભય

હળવદના વેગડવાવ રોડપર બ્રોડબેન્ડની ખોદકામથી અકસ્માત સર્જાવાનો ભય
Spread the love

હળવદના વેગડવાવ રોડપર બ્રોડબેન્ડની ખોદકામથી અકસ્માત સર્જાવાનો ભય


નિયમોની ઐસીતૈસી કરી રોડની સાઈડમાં ચાલતી કામગીરીથી કાર્યપાલક ઈજનેરે ફટકારી નોટિસ


હળવદના વેગડવાવ રોડપર છેલ્લાં કેટલાક સમયથી બ્રોડબેન્ડ કેબલ નાખવા માટે કામગીરી કરવામાં આવી રહી છે જેમાં નિયમોનો ઉલાળીયો કરી મનફાવે તેવી રીતે રોડની સાઈડમાં કામગીરી થઈ રહી છે ત્યારે શું આ સમગ્ર કામગીરીથી તંત્ર અજાણ છે કે પછી કોઈ ગંભીર અકસ્માત ની રાહ જોઈને તંત્ર બેઠું છે હાલ તો વાહનચાલકોને પડતી  મુશ્કેલીમાં વધારો થયો છે ત્યારે નોટિસ ફટકારવા છતાં  નિયમોની ઐસીતૈસી કરી કામગીરી પર તંત્ર શું પગલાં લેવામાં આવશે તે જોવાનું રહ્યું ??

તાલુકાના વિવિધ ગામડાઓમાં બ્રોડબેન્ડની સુવિધા માટે ભારત બ્રોડબેન્ડ નેટવર્ક લીમીટેડ દ્વારા આર.ઓ.ડબલ્યુને ઓ.એફ.સીને શરતોને આધીન કેબલ નાખવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે ત્યારે તાલુકાના વેગડવાવ રોડપર બ્રોડબેન્ડ માટે થતી કામગીરીમાં નિયમોનો ઉલાળીયો કરી મનફાવે તેવી કામગીરી થઈ રહી છે અકસ્માત સર્જાય તો નવાઈ નહીં ??

હળવદના વેગડવાવ રોડપર છેલ્લા કેટલાય સમયથી રોડની બાજુમાં ખોદકામ થઈ રહ્યું છે અને તેની માટી રોડપર ઢગલા કરવામાં આવી રહ્યાં છે ત્યારે આ માટીના ઢગલાના કારણે  અકસ્માત સર્જાવાની ભીતિ ઉભી થઈ છે.માર્ગ અને મકાન વિભાગના મંજુરી નિયમો જણાવે છેકે ગ્રામ્ય વિસ્તારોમાં રોડથી ૭ મીટર દૂર ખોદકામ કરવુ, દોઢ મીટર જમીનમાં ઉંડી નાખવી,વૃક્ષ કાઢવા માટે મંજૂરી મેળવવી, ખોદકામ બાદ જેતે સ્થિતિમાં પુરાણ કરવુ, જરૂર જણાય ત્યાં ડાયવર્ઝન કે પછી સિક્યુરિટી ગાર્ડ મુકવો અને રાત્રી દરમિયાન લાલ લાઈટો વાળા બેનરો સહિતના નિયમો પાળવા પડે છે ત્યારે નિયમોને નેવે મુકી કામ કરતી એજન્સીને નોટિસ ફટકારી અને ટેલીફોનિક ચેતવણી આપવા છતાં મનમાની ચલાવી રહ્યાં હોવાની લોકચર્ચાઓ જાગી છે.જ્યારે આ અંગે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર જણાવ્યું હતું કે  માર્ગ અને મકાન વિભાગ દ્વારા શરતોને આધિન મંજુરી આપવામાં આવી છે અને શરતોના ભંગ બદલ એકવાર નોટિસ ફટકારી હતી અને ટેલીફોનિક ચેતવણી પણ આપવામાં આવી છે.

Avatar

Admin

Right Click Disabled!