અમદાવાદમાં બોગસ કાલ સેન્ટર ઝડપાયું

અમદાવાદમાં બોગસ કાલ સેન્ટર ઝડપાયું
Spread the love

અમદાવાદ,

અમદાવાદના સુઘડ ગામે અગોરા મોલ નજીક એટલાન્ટીક સોસાયટીના ફ્લેટ નંબર આઈ બ્લ્યુ ૨૦૨માંથી એક બોગસ કોલ સેન્ટર ઝડપાયું છે. આ બોગસ કોલ સેન્ટર ચલાવતા ૩ ઈસમોની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે ત્રણેયની ધરપકડ કરી ૧,૨૮,૧૦૦ રોકડા રૂપિયા તથા ૬૩૦૦૦ની કિંમતના ૭ નંગ મોબાઈલ મળી કુલ ૧,૯૧,૧૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ લોકોને ફોસલાવી તેમને લાલચમાં લાવી રૂપિયા પડાવતા હતા.

જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ સૂચના આપી હતી જે અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચની ટીમના પોલીસ સબ ઈન્સપેક્ટર એમ જે શિંદે તથા તેમની ટીમે જિલ્લા વિસ્તારમાં બાતમીદારોથી માહિતી મેળવી સઘન કાર્યવાહી હાથ ધરી હતી. બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી ત્રણેય શખ્સોની ધરપકડ કરી લીધી. એલસીબીના પોલીસ સબ ઈન્સપેક્ટર એમ જે શિંદે, હેડ કોન્સ્ટેબલ લતીફ ખાન મહેમુદખાન, હેડ કોન્સ્ટેબલ યુજવેન્દ્રસિંહ અજીતસિંહ, વિજયસિંહ નવલસિંહ, દિÂગ્વજય સિંહ, રાજવીરસિંહ અત્તરસિંહ સહિતની ટીમે વિજય ચૌહાણ (રહે. ચાંદખેડા), જગદિશ ધીરુબાઈ આહિર (રહે. ભાવનગર) અને કલ્પેશ ખીમજી ગોહીલ (રહે. હડમતીયા)ની ધરપકડ કરી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!