હિંમતનગર મહેતાપુરાના સિધ્ધાર્થનગરમાં શ્રાવણીયો જુગાર રમતાં આઠ શકુની ઝડપાયા

હિંમતનગર મહેતાપુરાના સિધ્ધાર્થનગરમાં શ્રાવણીયો જુગાર રમતાં આઠ શકુની ઝડપાયા
Spread the love

રીપોર્ટ : કુલદીપ ભાટીયા ઈડર

કુલ-રૂ.૧,૪૧,૨૫૦નો મુદ્દામાલ ઝબ્બે કરતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ

સાબરકાંઠા પોલીસ વડા ચૈતન્ય રવિન્દ્ર મંડલીક એ  જીલ્લા માં પ્રોહીબિશન તથા જુગારની બદીને નેસ્તનાબુદ કરવા  જુગાર તથા પ્રોહી ડ્રાઇવ આપેલ છે જે સંદર્ભે હિંમતનગર વિભાગના ડી.વાય.એસ.પી.  કે.એચ.સુર્યવંશી  તથા હિંમતનગર વિભાગના સી.પી.આઇ બી.જે.ચાવડા ના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પો.સ.ઈ. પી. વી. ગોહિલ  તથા “ડી” સ્ટાફના માણસો આ દિશામાં સતત વોચ તથા પેટ્રોલીંગ રાખી કાર્યરત રહેલ છે ત્યારે .

આજરોજ પો.સબ.ઇન્સ. પી.વી.ગોહિલ  ડી સ્ટાફના માણસો સાથે જન્માષ્ટમીના તહેવાર નિમિતે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળી હતી કે હિંમતનગર મહેતાપુરાના સિધ્ધાર્થનગર સોસાયટીમાં રહેતાં મનિષકુમાર વિક્રમભાઇ મકવાણા  પોતાના રહેણાંક મકાનમાં બેસી જુગાર રમાડે છે જે બાતમી આધારે તેના રહેણાંક મકાનમાં રેઇડ કરતાં રેઇડ દરમ્યાન (૧) મનિષકુમાર વિક્રમભાઇ મકવાણા રહે.મકાન નં-૧૩ સિધ્ધાર્થનગર,મહેતાપુરા,હિંમતનગર (૨) દિપક પ્રહલાદભાઇ ચમાર રહે.ભોલેશ્વર ખાડીયા વિસ્તાર,હિંમતનગર (૩) બ્રિજેશકુમાર મુળજીભાઇ મકવાણા રહે.ભોલેશ્વર ભાટ વાસ,હિંમતનગર (૪) જયેશકુમાર વિનોદભાઇ પંડ્યા રહે.ભોલેશ્વર ખાડીયા વિસ્તાર,હિંમતનગર (૫) જયેશ ડાહ્યાભાઇ વણકર રહે.ભોલેશ્વર ખાડીયા વિસ્તાર,હિંમતનગર (૬) નરેશ મુકેશભાઇ ગોહિલ રહે. ભોલેશ્વર ખાડીયા વિસ્તાર,હિંમતનગર (૭) બિપીનભાઇ નરશીભાઇ મકવાણા રહે.સિધ્ધાર્થનગર, મહેતાપુરા,હિંમતનગર (૮) વિજય દિનેશભાઇ મકવાણા રહે.ભોલેશ્વર ખાડીયા વિસ્તાર, હિંમતનગર   જુગાર રમી રમાડતાં જુગારના મુદ્દામાલ ગંજીપાના તથા રોકડ રૂપિયા-તથા મોબાઇલ નંગ-૭ તથા વાહનો નંગ-૩ મળી કુલ રૂ.૧,૪૧,૨૫૦ના મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલા  તે તમામ  વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી  કરવામાં આવી હતી તેની વધુ તપાસ હિંમતનગર

બી.ડીવીઝન  પોલીસ સબ ઈન્સ પી.વી.ગોહિલ કરી રહ્યા છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!