અંબાજી ગ્રામ પંચાયત તરફથી નડતર રૂપ દબાણ દૂર કરાયા

અંબાજી ગ્રામ પંચાયત તરફથી નડતર રૂપ દબાણ દૂર કરાયા
Spread the love

અમિત પટેલ, અંબાજી

શક્તિ , ભક્તિ, આસ્થા, શ્રદ્ધા અને ભાવ નો સંગમ એટલે જગ વિખ્યાત ધામ અંબાજી ,હાલ અંબાજી તરફ જઇયે તો પહાડો પર કુદરતી સૌંદર્ય સોળે કળાયે ખીલી ઉઠ્યું છે ,અરવલ્લી ના પહાડો મા આવનારા દિવસો મા ” બોલ મારી અંબે જય જય અંબે ” નો નાદ સાંભળવા મળશે ત્યારે ભાદરવી મહામેળા શરુ થવાના આગોતરા આયોજન ની કામગીરી હાલ પૂર્ણતા ના આરે છે ત્યારે આજે પ્રસિદ્ધ ધામ અંબાજી ખાતે ના બજારો મા અંબાજી ગ્રામ પંચાયત તરફથી નડતર રૂપ દબાણો દૂર કરવામાં આવ્યા હતા આજે 11 વાગે અંબાજી ગ્રામ પંચાયત અને અંબાજી પોલીસ ના સહયોગ થી અંબાજી ના નડતર રૂપ દબાણો જેવા કે પાટ, લારી અને છજા જેવા બહાર રહેલા દબાણો હટાવી માર્ગ ખુલ્લા કરવામા આવ્યા હતા કોઈજ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.

આજે ભાદરવી મહામેળા ના ભાગ રૂપે માર્ગ ઉપર ના નાના નાના દબાણો અંબાજી ગ્રામ પંચાયત તરફથી દૂર કરવાની કામગીરી ખોડી વડલી સર્કલ થી જુના બજાર થઇ હાઇવે માર્ગ ઉપર ના નાના નાના દબાણો દૂર કરવામાં આવ્યા હતા ,અંબાજી ગ્રામ પંચાયત ના સેક્રેટરી અને સ્ટાફ દ્વારા આજે પોલીસ ના કાફલા સાથે દબાણો દૂર કરાયા હતા અને માર્ગો ખુલ્લા કરવામાં આવ્યા હતા ,આ દબાણ હટાવવા માટે અંબાજી ગ્રામ પંચાયત તરફથી 5 દિવસ અગાઉ જાહેરાત કરાઈ હતી આમ હવે આ માર્ગો ઉપર થી માઈ ભક્તો આસાનીથી ચાલી શકશે ,આવનારા સમય મા 7 દિવસ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભ 7 સપ્ટેમ્બર થી 14 સપ્ટેમ્બર સુધી ચાલશે ત્યારે આ મેળા મા અંદાજે 30થી 32 લાખ ભક્તો આવવાનો અંદાજ સેવાઈ રહ્યો છે.

Amit Patel

Amit Patel

Right Click Disabled!