બોલી બોલ્યા વગર ઉજવાયો ભગવાન મહાવીર સ્વામી જી નાં જન્મ વાચંન નો ઉત્સવ : હાર્દિક હુંડીયા”

બોલી બોલ્યા વગર ઉજવાયો ભગવાન મહાવીર સ્વામી જી નાં જન્મ વાચંન નો ઉત્સવ : હાર્દિક હુંડીયા”

અમિત પટેલ.અંબાજી

સંઘના બધા સદસ્યો લાભ લઈ શકે તેવી ઉચ્ચ ભાવનાઓ ની સાથે શ્રી સમતા નગર જૈન સંઘ નાં અધ્યક્ષ હાર્દિક હુંડીયા એ જણાવ્યું કે અમારા જૈન સંઘ માં અમે પહેલી વખત ભગવાન મહાવીર સ્વામી જી દાદા ના જન્મવાચંન ના દિવસે એક પણ સુપન ની બોલી બોલી નહીં હતી.
દેશમાં બધે સ્થળે જૈન ધર્મને માનવાવાળા આ દિવસે આ મહોત્સવ ખુબ ધુમધામ થી ઉજવે છે અને તે સમયે લાખો રુપિયા ની બોલી બોલવામાં આવે છે પરતું સમતા નગર જૈન સંઘ દ્રારા બોલી બોલ્યા વગર ભવ્ય રીતે મહોત્સવ ઉજવી ને દેશ નાં જૈન સંઘો  માં એક ઉદાહરણ પુરુ પાડેલ છે. સમતા નગર જૈન સંઘ નાં અધ્યક્ષ હાર્દિક હુંડીયા દ્વારા ભગવાન મહાવીર સ્વામીજીનાં જન્મકલ્યાણક ની ઉજવણી ની અનોખી પહેલ.
મુંબઈ શહેર નાં ઉપનગર કાંદીવલી સ્થિત.સમતા નગર જૈન સંઘ નાં મંદિર માં આજે પહેલી વખત ભગવાન મહાવીર જન્મ કલ્યાણકનો ઉત્સવ અનોખી રીતે ઉજવાયો. સમતા નગર સંઘ નાં અધ્યક્ષ હાર્દિક હુંડીયા એ જણાવ્યું કે અમારા સંઘ માં ભગવાન મહાવીર સ્વામી જી ના જન્મ વાચંન કલ્યાણક નો ઉત્સવ કયારેય ઉજવાયો નહિ હતો પરંતુ સંઘ નાં મંત્રી ભાનુભાઈ ગાંધી એ કહ્યું કે.આ અનમોલ અવસર ની ઉજવણી આપણા સંઘ માં પણ થવી જોઈએ. તે સમયે સંઘ નાં અધ્યક્ષ હાર્દિક હુંડીયા એ જણાવ્યું કે આ વખતે આપણા સંઘ માં આ ઉત્સવ ઉજવાશે.
આ વાત રાત્રે યોજાતી ભાવના ના સમયે હાર્દિક ભાઈ હુંડીયા સંઘ માં સૌને જણાવી કે આ વખતે આપણા સંઘ માં ભગવાન મહાવીર સ્વામી જી ના જન્મકલ્યાણ મહોત્સવ ઉજવાશે. પરંતુ ભગવાન મહાવીર સ્વામી જી જન્મ કલ્યાણક નાં ૧૪ સુપન ની બોલી બોલવા માં નહીં આવે ,તે સમયે સંઘ નાં તમામ શ્રાવક શ્રાવીકા ઓએ સંઘ પ્રમુખ હાર્દિક જી હુંડીયા ની વાત ને સમર્થન આપતા જણાવ્યું કે આ ખરેખર બહુ જ સારી વાત છે અમે સૌ તૈયાર છીએ. જયારે આ ઐતિહાસિક નિર્ણયની ચર્ચા હુંડીયા જી સાથે થઈ ત્યારે તેઓ એ જણાવ્યું કે અમારા સંઘ માં આજ દિવસ સુધી કયારેય ભગવાન મહાવીર સ્વામી જી નાં જન્મ કલ્યાણંક નો ઉત્સવ ઉજવાયો નથી. પરંતુ આ વર્ષે અમારા સંઘ માં બધા ની ભાવના થઈ છે અને તેથી આ અનમોલ કાર્ય થવું જોઇએ. ત્યારે મારા મનમાં વિચાર આવ્યો કે આ કાર્ય માં બોલી બોલવાને બદલે એક  નકરો નક્કી કરવામાં આવે જેથી કરીને આ નકરા નો લાભ નાના મોટા બધા સાધર્મિક ભાઈઓ તથા તેમનો પરિવાર લઈ શકે.
સમતા નગર જૈન સંઘ નાં અધ્યક્ષ હાર્દિકભાઇ હુંડીયા એ જણાવ્યું કે આ નિયમ ભારત દેશ નાં બધા જ જૈન સંઘો માં અમલ થવો જોઈએ. જેના કારણે આપણા જૈન ધર્મ નાં બધા જ નાના થી મોટા તમામ સાધર્મિક ભાઇઓ ને આ અનમોલ કાર્ય નો લાભ મળે .આ અનમોલ મહોત્સવ ને સફળ બનાવવા માં સંઘ નાં પૂર્વ અધ્યક્ષ ર્કિર્તિ ભાઇ શાહ,ભાનુભાઈ ગાંધી ,તરુણ ભાઇ રામાની, જશ્મિન શાહ ,કિરણ વૈધ સંજય શાહ ,સુનિતા હુંડીયા ,જ્યોતિ ગાંધી, ઉર્વિ દેસાઈ, રીમા શાહ સહિત અનેક મહાનુભાવો એ સક્રિય ભૂમિકા ભજવી હતી. પુરા કાર્યક્રમ માં ચિંતન વિરેન્દ્ર ભાઈ મહેતા એ ભક્તિ ધુન ની જોરદાર રમઝટ બોલાવી હતી.

One thought on “બોલી બોલ્યા વગર ઉજવાયો ભગવાન મહાવીર સ્વામી જી નાં જન્મ વાચંન નો ઉત્સવ : હાર્દિક હુંડીયા”

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Right Click Disabled!