ઢબુડી ઉર્ફે ઢોંગી ધનજીને ભાજપ સરકારના આશીર્વાદ..?

ઢબુડી ઉર્ફે ઢોંગી ધનજીને ભાજપ સરકારના આશીર્વાદ..?
Spread the love

(જી.એન.એસ) કાર્તિક જાની

ઢબુડી ઉર્ફે ધનજી ઓડ લોકોની મુશ્કેલીઓ દૂર કરવાની વાતો કરી લોકોની આસ્થા સાથે ચેડા કરી કરોડો રૂપિયાનો આસામી બની ગયો છે.આ ધનજી ઓડનો ગોરખધંધા સૌ પ્રથમ રૂપાલ ગામથી શરૂઆત કરી હતી.ધનજી ઓડ રૂપાલનો વતની છે. ધનજી ઓડ આવેલા ભક્તો પાસેથી માતાજીનો ડર બતાવી રૂપિયા ખંખેરવાનું કામ કરતો હતો.ધનજી ઓડ રૂપાલ ગામે ગાદી કરી લોકોની આસ્થા સાથે ચેડા કરે છે અને લોકો પાસે પૈસા પડાવે છે તેવી જાણ જ્યારે રૂપાલ ગામના સરપંચ ને થઈ ત્યારે સરપંચે ગામના આગેવાનોને બોલાવી મિટિંગ કરી વિચાર વિમર્શ કર્યો કે આ ધનજીના ધતિંગ બંધ કરાવવા હવે કાયદાનો સહારો લેવો જ પડસે. સરકાર અને પોલીસ ખાતાનું ધ્યાન દોરવું પડશે.

ત્યારબાદ સરપંચ શ્રી એ પોતાના લેટર પેડ પર લેખિતમા મુખ્ય મંત્રી તેમજ ગૃહ મંત્રી તેમજ ગાંધીનગર કલેકટર અને ગાંધીનગર એસ.પી ને રજુઆત કરવામાં આવી હતી. અને ગામના આગેવાનોની સહીઓ પણ લેવામાં આવી હતી.છતાં પણ તંત્ર દ્વારા ઢબુંડી ઉર્ફે ધનજી ઓડ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ના થતા આખરે ગામ વાળા લોકો ભેગા થઈ આને માર મારી કાઢી મુકવામાં આવ્યો. ત્યાર પછી ધનજી ગાંધીનગરમાં આવી સેક્ટર 12 તેમજ ટાઉનહોલ જેવી જગ્યાએ પોતાનો ગોરખધંધો ચલાવતો હતો.ત્યારે સવાલ હવે એ છે કે કેમ રૂપાલ ગામના સરપંચે જ્યારે તંત્રનું અને સરકારનું ધ્યાન દોર્યું હોવા છતાં કેમ કોઈ કાર્યવાહી કરવામાં ના આવી..? જિલ્લા પોલીસ અધિકારી શ્રી ને તો ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રી.સી.જે.ચાવડા એ પણ પોતાના લેટર પેડ ઉપર લેખિત આપ્યું હતું તો પણ કેમ ધારાસભ્યની રજૂઆતને ધ્યાને ના લેવાઈ..?

આ ધનજી ઓડ ને મહાન બનાવવામાં કોઈ મોટો આશીર્વાદ હોય તેવું જણાઈ રહ્યું છે. કેમ કે જો શરૂઆતમાં જ કોઈ કાર્યવાહી કરવામાં આવી હોત તો આજે લોકો જે ધનજી પાછળ લૂંટાઈ ગયા તે કદાચ બચી ગયા હોત. પોલીસને સખ્ત અને કડક કાર્યવાહી કરવી છે. પરંતુ સૂત્રો થી એવી માહિતી આવી રહી છે કે કોઈ મોટા નેતા દ્વારા પોલીસને એવું કહેવામાં આવ્યું છે કે હમણાં કોઈ ઉતાવડ કરશો નહિ. કદાચ એટલે તો પોલીસ શાંત નથી બેઠી ને..? ત્યારે હવે જોવાનું એ રહયું કે હજુ ધનજીના ધતિંગ ચાલશે..? કે પછી જેલના સળિયા ભેગો ધકેલાઈ જશે.? શુ ધનજીની કરોડોની મિલક્ત બહાર આવશે..? શુ કાળું નાણું સરકાર ધનજી પાસેથી બહાર લાવી શકશે..? આ તમામ સવાલોના જવાબો મળશે કે પછી એક રહસ્ય બની જશે..?

Admin

Admin

9909969099
Right Click Disabled!