૧૫મી સદીની પ્રાચીન વાવ, અંબાપુર

૧૫મી સદીની પ્રાચીન વાવ, અંબાપુર
Spread the love

આ નીચી વંડી ઘરાવતી ૧૫મી સદીની વાવને વિભિન્ન લંબાઇના પાંચ કૂટ છે. એને કક્ષાસનવાળા મંડપ હોવાની શક્યતા ત્રીજા કૂટની ઉપરના અવશેષ દર્શાવે છે. વાવના ગવાક્ષોની ઉપર ઇતિકા ભાત અને અંદર મોટાં કમળો છે. વાવની દિવાલોના આડા-ઉભા ભારવાહકોને સુરેખ ખૂણિયા છે. ચોથા અને પાંચમા કૂટની વચ્ચે આવેલા કુંડ અને કૂપને સંલગ્ન સર્પાકાર પગથિયાં, એ કાળના વાવ સ્થાપત્યની વિશેષતા છે. રજવાડાના વખતમાં જયારે સાઘનોની સગવડ ન હોતી તે સમયમાં બાંઘકામના પથ્થરો, મોટી મોટી શિલાઓ, હાથીઓ પર લાવી ગામની ભાગોળે કોતરણી કામ કરવામાં આવતું હતું. વાવ પાંચ મજલાની છે. વાવના કિનારે લગભગ ૧૫૦ વર્ષથી આરાસુરી અંબાજી માતા જયોત સ્‍વરૂપે બિરાજે છે.  દર પૂનમને દિવસે તથા આસો સુદ ચૌદસના દિવસે ભરાતા મેળામાં હજારો શ્રદ્દાળુઓ વાવને કિનારે સ્‍થાપિત અંબાજી માતાના દર્શનાર્થે આવે છે. આસો સુદ ચૌદસના દિવસે ભરાતા મેળામાં આશરે ૨૫ હજાર ભાવિક ભક્તો આવે છે. રાત્રે માતાજીના ગરબા થાય છે, જે ગામનો સૌથી મોટો લોકોત્સવ છે. આ વાવ ગાંઘીનગરથી ૧૨ કિલોમીટર તથા અમદાવાદથી ૧૫ કિલોમીટરના અંતરે આવેલી ઐતિહાસિક વાવ તરીકે જાણીતી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!