સુજલામ સુફલામ જળ સંચય અભિયાન થકી બાકોરના તળાવમાં જળસંગ્રહ શકિતમાં વધારો

સુજલામ સુફલામ જળ સંચય અભિયાન થકી બાકોરના તળાવમાં જળસંગ્રહ શકિતમાં વધારો
Spread the love

મહિસાગર,
ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના દૂરંદેશી નેતૃત્વમાં ગુજરાતનું જળ સંચય અભિયાન ભાવિ પેઢીને સ્વચ્છ અને આરોગ્યપ્રદ પાણી, પુષ્કળ પાણીનો વારસો આપવાનું બહુ આયામી અભિયાન છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા “જળ એ જ જીવન” એ સુત્રને સાર્થક કરવા ગુજરાત રાજ્યે સમગ્ર દેશમાં પહેલ કરી છે. જળ સંરક્ષણ, જળસંવર્ધન માટે સંકલિત ભૂમિકા લઇને રાજ્ય સ્તરે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન સતત બીજા વર્ષે પણ હાથ ધરવામાં આવ્યું હતું.
મહીસાગર જિલ્લામાં સુજલામ સુફલામ, જળ સંચય અભિયાનના બીજા ચરણમાં વિવિધ વિભાગો દ્વારા જળસંચયના કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે. આ કામો પૈકી તળાવ ઊંડા કરવાના કામો સો ટકા લોકભાગીદારીથી પૂર્ણ કરવામાં આવ્યા છે. ગુજરાતની પાણીની સમસ્યાના સર્વગ્રાહી ઉપાયોને ધ્યાનમાં લેતા છેલ્લા વર્ષો દરમિયાન ગુજરાત પર પ્રકૃતિની અસીમ મહેર હોય તેમ મેઘરાજાએ કૃપા કરી છે. સુજલામ સુફલામ જળ સંચય અભિયાન હેઠળ થયેલા કામોથી જળભંડારોને નવજીવન મળવાની સાથે પાણીને સાચવી રાખવાની તેમની ક્ષમતામાં ચોક્કસ અભિવૃધ્ધિ થઇ છે. જેના સારા પરિણામરૂપે મહીસાગર જિલ્લાની ધરતી વધુ સુફલામ અને સંતૃપ્તી બનશે. મહીસાગર જિલ્લામાં ખાનપુર તાલુકાના બાકોર ગામે સિચાંઇ વિભાગ દ્રારા ગામનાં તળાવને ઊંડુ ઉતારવાનાં કામનો શુભારંભ કરાવ્યો હતો. તેમાંથી ૨૫૭૮૭ ઘનમીટરખોદાણ કરી તળાવ માંથી કાંપ અને માટી કાઢવામાં આવી હતી.
આ અંગેપ્રતિભાવ આપતાં ગામના સરપંચ શ્રીમતિ સરસ્વતીબેન પટેલે જણાવ્યું કે ખેડૂતો દ્રારા આ કાંપ/માટીને સ્વખર્ચે વહન કરીને પોતાના ખેતરોની ફળદ્રુપ્તા સાથે નવસાધ્ય કરાયા છે સાથે તળાવમાં ભારી માત્રમાં જળરાશીનાં ભરાવાથી બાકોર ગામ તેમજ આસપાસવિસ્તારનાં ભુસ્તરીય જળસ્તર ઊંચા આવ્યા છે અને ચોમાસું પાક સારો થશે તેમજ શિયાળું પાક સારો થવાની આશા વ્યકત કરી હતી. આ સામેલ ગામ લોકોએ હરખાતા કહ્યુ કે સારૂ વર્ષ અને એમાય અમારૂ તળાવ છલોછલ એટલે માનોને કે અમારે હવે સોનાનો સુરજ ઉગ્યો છે.
પ્રતિભાવ આપતા ગામનાં ખેડુતશ્રી શંકરભાઇ પટેલે જણાવ્યું કે ગામના ખેડૂતો બારમાસી ખેતી પકવી શકશે જેનાથી ગ્રામિણ રોજગારી સારી રીતે પ્રાપ્ય બનશે તેમજ પશુ પક્ષીઓને પણ બારેમાસ પીવાનું પાણી મળી રહેશે. વધુમાં મહીસાગર જિલ્લામાં સુજલામ સુફલામ જળ સંચય અભિયાન હેઠળ સરકાર દ્રારા વિવિધ આયામોમાં નિષ્ઠા સાથે કર્મયોગ કર્યો છે જેના પગલે જળસંગ્રહ ક્ષમતા વધશે અને ધરા વધુ સુજલામ સુફલામ બનશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!