ડાંગ સુબિરમાં બિજુરપાડા ગામે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર યુવા આંદોલન આયોજીત ફ્રી મેડિકલ કેમ્પ

Spread the love

ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ બિજુરપાડા ગામે તા. 15 મી સપ્ટેમ્બર ના રોજ 11 કલાકે સજલ ચેરીટેબલ ટ્રસ્ટ અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર યુવા આંદોલન દ્વારા મેડીકલ કેમ્પ નુ આયોજન કરી ગરીબ આદીવાસી પ્રજા ને મફત સારવાર કરવા માટે ખાંબલા સરપંચ કાંતિલાલભાઇ રાઉત અને ગામના આગેવાન રતીલાલભાઇ રાઉત ના અથાક પ્રયાસ થી સજલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સર્વ રોગોનું નિદાન કરી દવા વિના મૂલ્યે તથા આંખના મોતિયાનું ઓપરેશન, આંખના નંબર ચેક કરી ચશ્મા વિના મૂલ્યે આપવામાં આવશે.  એટલું જ નહી જેમને કાન નાક હોઠ તાળવુ વિગેરે ની જન્મ જાત ખોડ હોય પેશાબની તકલીફ, ગાંઠ હોય, દાઝી ગયા હોય તેમજ પ્લાસ્ટિક સર્જરીનુ મફત ઓપરેશન કાકાબા હોસ્પિટલ હાંસોટ તરફ થી કરવામાં આવશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!