નર્મદાના ગામોના ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોના પાકને લાખોનું નુકસાન

નર્મદાના ગામોના ખેતરોમાં પાણી ફરી વળતાં ખેડૂતોના પાકને લાખોનું નુકસાન
Spread the love

કપાસ અને તુવેરનો પાક નષ્ટ થતા ખેડૂતો પાયમાલ

નુકશાનીની વળતરની માંગ કરતા ખેડૂતો

રાજપીપળા,

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના અલમાવાડી, ભાટપૂર,  અને સેજપુર ગામના ખેતરોમાં સોમવારે ભારે વરસાદના પૂરમાં ખેતરોમાં પાણી ફરી વળતાં ખેતીના પાકને લાખોનું નુકસાન થયાના અહેવાલ છે. જેમાં વરસાદી પાણી ખેતરોમાં ફરી વળતાં કપાસ અને તુવેરો ના પાકને ભારે નુકસાન થયું છે. જેમા અમલમાંવાડી ગામે શંકરભાઈ નરોતમ ખેતરમાં તુવેરનો પાક ધોવાઇ ગયો હતો,  તો મનસુખભાઈ ધર્મના કપાસનો પાક નષ્ટ થઈ ગયો હતો, બીજા પુંજાભાઈ દેવનો તથા કપાસ પણ વરસાદમાં પલળી જતા નષ્ટ થઈ ગયો હતો,  તથા ઉદ્વહન સિંચાઇ યોજના આલમાંવાડીમાં નદીના પાણી ખેતરોમાં ફરી વળતા ખેતીનો પાક નષ્ટ થઈ જતા લાખોનું નુકસાન થયાના છે. મહામહેનતે વાવેતર કરેલ ખેતીનો પાક અતિવૃષ્ટિમાં ધોવાઈ ગયો હતો. અસરગ્રસ્ત ખેડૂતોને એ નુકસાનના વળતરની માંગ કરી છે.

 રિપોર્ટ : જ્યોતૂ  જગતાપ, રાજપીપળા

Admin

Admin

9909969099
Right Click Disabled!