આવતીકાલે રાજપીપળામાં દબ-દબાભેર થનારો ગણેશવિસર્જન

આવતીકાલે રાજપીપળામાં દબ-દબાભેર થનારો ગણેશવિસર્જન
Spread the love

10-10 દિવસના આતિથ્ય બાદ રાજપીપળામાં ભારે હૈયે ગુલાલની છોળો વચ્ચે નાનામોટા 120થી વધુ ગણેશ પ્રતિમાઓનું ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાવી આવતીકાલે ગુરુવારે ગણેશ વિસર્જન કરશે. જેમાં પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.  જેમાં વિસર્જનના દિવસે રાજપીપળામાં મોટા 50 અને નાના 70 મળી કુલ 120 જેટલા ગણપતિનું વિસર્જન કરાશે.

જેમાં રાજપીપળા ખાતે છેલ્લા ત્રણ દિવસથી વિસર્જન ચાલુ રહ્યા બાદ રાજપીપળા તેમજ આજૂબાજૂના ગામડા ગણપતિદાદાને લઈ ટેમ્પ,  ટ્રકમાં શણગારીને વાજતેગાજતે ડીજેનાતાલે ગુલાલની છોળો વચ્ચે ગણપતિ બાપા મોરિયા પુઢચ્યા વર્ષી લવકરયાના નાદ સાથે શોભાયાત્રા કાઢી ગણેશ વિસર્જન કરવામાં આવશે. જેમાં ગણપતિદાદાને ભાવભીની વિદાય આપવામાં યાત્રામાં જોડાઈ. રાજપીપળા કરજણ નદી તથા ગરુડેશ્વર ગોરા પુલ નીચે નર્મદામાં ગણેશ વિસર્જન કરાશે જેની તડામાર તૈયારીઓ કરાઈ છે.

રાજપીપળામાં ગણેશ વિસર્જન સફેદટાવર થી કાછીયાવાડ,  આશાપુરીમાતા, દરબારરોડ, લાલટાવર થઈને કરજણ નદીમાં વિસર્જિત કરાશે. રાજપીપળામાં નગરપાલિકા દ્વારા તરવૈયાની ટુકડી સાથે ડ્રમના,  તરાપા પર બેસાડી કરજણ નદીમાં વિસર્જન કરવામાં આવે છે. તે માટે તંત્રએ હેલોજન લાઇટ તેમજ લાઈફ જેકેટ સહી તરવૈયાઓની ટૂકડી તૈનાત કરવામાં આવી છે.

ગણેશ વિસર્જન માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો જેમાં જિલ્લા પોલીસ વડા હિમકરસિહના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી રાજેશ પરમાર સહિત, 2 ડીવાયએસપી, 2 પીઆઈ, 10 પીએસઆઈ, 150 થી વધુ પોલીસ જવાનો,  300 હોમગાર્ડ,  25 ટ્રાફિક બ્રિગેડનો પોલીસ બંદોબસ્ત માટે તૈનાત કરાયો છે. 4 રીકવીઝીટ કરેલા વાહનો, દૂરબીન,  વીડિયોગ્રાફી સાથે ચાપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

રિપોર્ટ :જ્યોતિ જગતાપ, રાજપીપળા

Admin

Admin

9909969099
Right Click Disabled!