જંગલમાં લાકડા કાપવા ગયેલી ઈજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત

દેડિયાપાડા તાલુકાના કરતાલ ગામના જંગલમાં લાકડા કાપવા ગયેલી મહિલા પડી જતા ઈજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

દેડીયાપાડા પોલીસ મથકમાં અકસ્માત મોતની ફરિયાદ અનુસાર સવિતાબેન ભાવસિંગભાઈ હિલદભાઈ ( રહે ડભાણ ગામ મંદિર ફળિયા )તા 25 /7 /2019ના રોજ આશરે બે માસ પહેલા તેના ઘરેથી કરતાંલ ગામે જંગલમાં લાકડા કાપવા  ગઈ હતી અને સાંજના આશરે છ વાગે લાકડા લઇ પરત આવતા નીચે પડી ગઈ હતી. જેને કારણે તેને કમરના ભાગે મૂઢ ઇજા થયેલ તેને દુખાવો થયાના અઠવાડિયા બાદ સરકારી દવાખાના દેડિયાપાડા ખાતે સારવાર કરાવી વધુ સારવાર માટે રાજપીપળા ઓર્થોપેડિક હોસ્પિટલ માં સારવાર કરાવેલ ત્યાંથી વધુ સારવાર માટે સુરત નવી સિવિલ ખાતે દાખલ કરેલ છે. જેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું.

 

રિપોર્ટ : જ્યોતિ જગતાપ,  રાજપીપળા

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Right Click Disabled!