દેડિયાપાડાના બેસના ગામથી દારૂની હેરાફેરી કરતી મારુતિ કાર ઝડપાઇ

 36, 500 ની કિંમતનો ઇંગ્લિશ દારૂ તથા કાર સહિત 1, 86, 800 નો મુદ્દામાલ કબજે કરતી પોલીસ
3 ઈસમો ઝડપાયા

નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના બેસણા ગામના ત્રણ રસ્તે મુદ્દા રોડ પરથી દારૂની હેરાફેરી કરતા મારુતિ કાર ઝડપાઈ હતી. જેમાં 36, 500 ની કિંમતનો ઇંગ્લિશ દારૂ તથા કાર સહિત 1, 86, 800 નો મુદ્દામાલ કબજે કરી

3 ઈસમો ધરપકડ કરી છે આ બાબતે પોલીસ ફરિયાદ દેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદી પ્રકાશભાઈ રતિલાલ નોકરી દેડીયાપાડા પોલીસ સ્ટેશને આરોપી વસીમખાન વહીદખાન રાઠોડ (રહે નવીનગરી દેડીયાપાડા) કુલસિંગભાઈ વસાવા( રહે વડફળી, મોવાન ફળિયા, તા.અકલકુવા જી.નંદૂબાર મહારાષ્ટ્ર)ને ખુમાનસિંહભાઈ વસાવા(રહે ખોખર ઉમર )સામે ફરિયાદ નોંધી છે.

ફરિયાદની વિગત અનુસાર આરોપી વસીમખાન અને આરોપી કાલુ સિંહ ભાઈ પાસેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો લઇ આરોપી ખુમાનસિંહભાઈ ને આપવા ભારતીય બનાવટના કિંગફિશર બિયર નંગ-240 કિંમત રૂ 24000/-તથા ભારતીય બનાવટના બોમ્બે વિશકી ના કવાટરીયા નંગ -250 કિંમત રૂ  12500 તથા આરોપી વસીમખાનની અંગજડતી માંથી મળી આવેલ રૂ 300તથા મારુતિ ઈકો ગાડી જીજે 06 એચડી 4378 કિંમત રૂ 150000 મળી કુલ 186800 ના મુદ્દામાલ સાથે  કબજે ત્રણ આરોપીની  ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  રિપોર્ટ : જ્યોતિ  જગતાપ, રાજપીપળા

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Right Click Disabled!