સ્વામી વિવેકાનંદે ૧૨૫ વર્ષ પહેલા આપેલું પ્રવચન આજે પણ ઉપયોગી છે

સ્વામી વિવેકાનંદે ૧૨૫ વર્ષ પહેલા આપેલું પ્રવચન આજે પણ ઉપયોગી છે
Spread the love
એક્યુપ્રેક રિસર્ચ લેબ્સમાં રાજકોટના રામકૃષ્ણ મઠના સ્વામી પ્રભુસેવાનંદ મહારાજ અને સ્વામી ગૌરીકાન્તાનંદ મહારાજનું પ્રેરણાદાયી વક્તવ્ય

 

અમદાવાદઃ સ્વામી વિવેકાનંદે શિકાગોમાં ૧૨૫ વર્ષ પહેલા આપેલું પ્રવચન આજે પણ ઉપયોગી છે. તેમણે વર્ષ ૧૮૯૩માં વિશ્વ ધર્મ પરિષદને સંબોધતા સાર્વત્રિક ભાઈચારા અને સદભાવનો સંદેશ આપ્યો હતો. તેમનો સંદેશ આપણને સાંસ્કૃતિક મૂળ સાથે સંકળાયેલા રહેવાની પ્રેરણા આપે છે. તેમના પ્રવચનમાંથી સહિષ્ણુતાનો બોધપાઠ મળે છે, જે આજની ભાગદોડભરી જીંદગીમાં મહત્ત્વપૂર્ણ છે.

એક્યુપ્રેક રિસર્ચ લેબ્સમાં રાજકોટના રામકૃષ્ણ મઠના સ્વામી પ્રભુસેવાનંદ મહારાજ અને સ્વામી ગૌરીકાન્તાનંદ મહારાજે સ્વામી વિવેકાનંદના શિકાગો પ્રવચનની ૧૨૫મી જયંતી વિશે એક્યુપલ્સ શ્રેણી અંતર્ગત મનનીય વક્તવ્ય આપ્યું હતું. આ પ્રસંગે રિસર્ચ ઓર્ગેનાઈઝેશનના ડિરેક્ટર અને સીઈઓ ડૉ. મનિષ રાચ્છે બંને સ્વામીજીનું સ્વાગત કર્યું હતું અને આઠમા એક્યુપલ્સ વક્તવ્યનો હેતુ સમજાવ્યો હતો. કાર્યક્રમમાં સીઆરઓના ડિરેક્ટર અને સીએમઓ મયુર કંડોરીયા અને ડિરેક્ટર તથા સીએસઓ ડૉ. રીના ગોકાણી ઉપસ્થિત હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!