ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપના મુદ્દે બે જૂથો વચ્ચે તકરાર થતાં એકને ગંભીર ઈજા

ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપના મુદ્દે બે જૂથો વચ્ચે તકરાર થતાં એકને ગંભીર ઈજા

મહેસાણા

મહેસાણાના મોઢેરા સર્કલ નજીક આવેલા હબટાઉનમાં આવેલ એક બેકરીની બાજુમાં કુસલ ઠાકોર, યાલર પઠાણ, શાહ

રૃખ વ્હોરા, એજાજ વ્હોરા નામના મિત્રો પોતાની સાથે અભ્યાસ કરી યુવતીના બર્થ ડે ની ઉજવણી કરવા એકઠા થયા હતા. તે વખતે આ યુવતીનો  પૂર્વ પ્રેમી અહીં આવી ગયો હતો અને બર્થ ડે ની ઉજવણીના મુદ્દે તકરાર કરતાં મામલો ઉગ્ર બની ગયો હતો. જેમાં ઉપરાણું લઈને બન્નેના મિત્રો પણ દોડી આવતા ધિંગાણું સર્જાયું હતું. જેમાં ગંજબજારની પાછળ ચંદ્રોદય સોસાયટીમાં રહેતા ધવલ મુકુંદભાઈ બ્રહ્મભટ્ટને તલવારના ઘા ઝીંકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઘટનાની જાણ થતાં સમગ્ર શહેરમાં ઉત્તેજના ફેલાઈ જવા પામી હતી. મહેસાણા બી ડિવિઝન પોલીસે આ સંદર્ભે  રાયોટીંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આરંભી છે. જ્યારે શહેરમાં વાતાવરણ ડહોળાય નહિ તે માટે તકેદારી રૃપે કેટલાક વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

યુવતીના બર્થ ડે ની ઉજવણી વખતે સર્જાયેલી તકરારમાં એક યુવાન પર તલવારના ઘા ઝીંકાતા ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી મામલો ઉગ્ર બનતાં વાતાવરણ તંગ બની ગયું હતું. જોકે પોલીસે આ કેસમાં ૭ આરોપીઓની ધરપકડ કરીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પેટ્રોલીંગ અને ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.ગુરુવારે સમગ્ર મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનતાં લોકોમાં ઉત્તેજના ફેલાઈ હતી.

અફવા ન  ફેલાવવા અને શાંતિ જાળવવા પોલીસની અપીલ

મિત્રોના અંગત ઝઘડાને કારણે મહેસાણા શહેરમાં તંગદિલી છવાઈ ગઈ હતી. આ મામલે પોલીસે તકેદારીના ભાગરૃપે બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ વણસે નહીં તે માટે કોઈ અફવા ન ફેલાવવા તેમજ શાંતિ જાળવી રાખવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે.

કોમ્બીંગ કરીને ૭ આરોપીઓને ઝડપી લીધા

મહેસાણાના હબટાઉનમાં સર્જાયેલા હિંસક ધિંગાણામાં સંડોવાયેલા ૭ આરોપીઓને ગણતરીના કલાકોમાં જ કોમ્બીંગ કરીને ઝડપી લીધા હતા.

૧. પઠાણ યાસર યાકુબખાન
૨. વ્હોરા એઝાઝ ગુલામયુદ્દીન
૩. વ્હોરા અબ્દુલરહેમાન ઉર્ફે અબુ  અશરફભાઈ
૪. શેખ તૌકીર મહંમદઉંમર
૫. વ્હોરા શાહરૃખ અબ્દુલશકુર
૬. પઠાણ અલ્માસ અશરફખાન
૭. ઠાકોર કુશલ ભરતજી

Apurva

Apurva

4 thoughts on “ગર્લફ્રેન્ડ સાથે બ્રેકઅપના મુદ્દે બે જૂથો વચ્ચે તકરાર થતાં એકને ગંભીર ઈજા

  1. District : Mehshana
    Your news channel is very popular…
    Your news channe thorough people get to know the good news
    And.. your Honest reporter Mr. Apurv raval his also
    gives us a lot of good news to know about your district…

  2. VERY Good REPORTING By APURV RAVAL & All Team .Always AHEAD ….PROUD of Your News CHANNEL ..Always Latest & News in Deep … KEEP IT UP …. NEW INDIA 🇮🇳

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.