નર્મદા જિલ્લાનો વરસાદ મોસમના કુલ વરસાદમા દેડીયાપાડા તાલુકો ૧૬૯૧ મિ.મિ. સાથે જિલ્લામાં સતત મોખરે

Spread the love

નર્મદા જિલ્લાિમાંઆજે અસહ્ય ગરમી અને ઉકલાટ બાદ ચોથા raun છેલ્લા ૨૪ કલાક દરમિયાન સૌથી વધુ ગરૂડેશ્વર તાલુકામાં ૨૩ મિ.મિ. અને સૌથી ઓછો નાંદોદ તાલુકામાં ૨ મિ.મિ. વરસાદ નોંધાયો છે જયારે દેડીયાપાડા તાલુકામાં ૧૩ મિ.મિ., સાગબારા તાલુકામા ૧૦ મિ.મિ. વરસાદ નોંધાયો છે.

જિલ્લામમાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની  પરિસ્થિતિ જોતા  દેડીયાપાડા તાલુકો-૧૬૯૧ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો-૧૫૨૭ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો-૧૪૩૮  મિ.મિ. સાથે તૃતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો-૧૪૨૩ મિ.મિ. વરસાદ સાથે ચોથા ક્રમે અને નાંદોદ તાલુકો-૧૩૨૨  મિ.મિ. વરસાદ સાથે પાંચમાં સ્થાને રહેવા પામ્યો છે.

જિલ્લા ના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોતા  નર્મદા ડેમ- ૧૩૮.૩૧  મીટર, કરજણ ડેમ- ૧૧૪.૧૩ મીટર, નાના કાકડીઆંબા ડેમ- ૧૮૭.૭૬ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૭.૪૫ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૨૨.૧૫ મીટર નોંધાયુ છે.

રિપોર્ટ : જ્યોતિ  જગતાપ , રાજપીપલા

Admin

Admin

9909969099
Right Click Disabled!