લુણાવાડા ખાતે ડો. વિક્રમ સારાભાઈ વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું

લુણાવાડા ખાતે ડો. વિક્રમ સારાભાઈ વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું
Spread the love

લુણાવાડા,
મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે જીસીઇઆરટી ગાંધીનગર અને ડાયટ સંતરામપુર પ્રેરિત તાલુકા શિક્ષણ સમિતિ અને બીઆરસી ભવન દ્વારા કેન્દ્રવર્તી શાળા બ્રાન્ચ-૧ ના પરિસરમાં તાલુકા કક્ષાનું ડો. વિક્રમ સારાભાઈ વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શનને મહીસાગર જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેનશ્રી દશરથભાઈ બારીયા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કિરીટ પટેલ, ડાયટ પ્રાચાર્યશ્રી એ.વી.પટેલ, પાલિકા પ્રમુખશ્રી, સભ્યો, શિક્ષક સંઘના અગ્રણીશ્રીઓ સહિત ઉપસ્થિત મહાનુભાવોએ દીપપ્રાગટ્ય કરી ખુલ્લું મૂક્યું હતું.

વિશ્વના વિકસતા આધુનિક પ્રવાહોની સાથે દેશના પ્રત્યેક ગામના છેવાડાનો નાગરિક જાગૃત રહી શકે અને ટેકનોલોજીનું યોગદાન સમજી શકે અને આપણી ભાવિ પેઢી વિજ્ઞાનની સાથે તાલ મિલાવી શકે તે હેતુથી યોજાયેલ જિલ્લાના સૌથી મોટા આ ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં પાંચ વિભાગમાં કુલ ૧૪૦ કૃતિ પ્રદર્શિત થઈ હતી. ગ્રીન હાઉસમાં ટેમ્પરેચર મેન્ટેન કરતુ મોડલ, આધુનિક ઘાસ કટર, ઔષધિય વનસ્પતિની ઓળખ, ઓર્ગેનિક ફાર્મિંગ, ઔષધિય વનસ્પતિ અને તેના ફાયદા, આધુનિક ખેતી, ખેતી માટેના સ્વદેશી નમૂનાઓ , લાઇટ ટ્રેપ, સ્વયં સંચાલિત વોટર એલાર્મ, ગ્રીન હાઉસ, નેટ હાઉસ, ઑટોમેટિક ઇરિગેશન પધ્ધતિ, સ્માર્ટ વિલેજ (એગ્રીકલ્ચરલ), ટપક સિંચાઇ દ્વારા ખેતી, જમીનની જાળવણી અને પાણીના યોગ્ય ઉપયોગની પધ્ધતિઓ, વિના મુલ્યે જંતુનાશક દવા, જાસૂદની ચાનો ઉપયોગ, સોલરનો ઉપયોગ, આધુનિક કટર, ઔદ્યોગિક વનસ્પતીઓની ઓળખ, પ્લાસ્ટિક બોટલ ડ્રીપ વોટર ઈરીગેશન, નો ક્રોસરોડ ટ્રાફિક સોલ્યુશન વગેરે કૃતિ રજૂ થઈ હતી. પ્રધાનમંત્રીશ્રીના ૨જી ઓક્ટોબર ગાંધીજીની ૧૫૦ મી જન્મજંયતીના ઉજવણીના ભાગ રૂપે પર્યાવરણને નુકશાન કરતા સિંગલ યુઝ પ્લાસ્ટીકના ઉપયોગ પર પ્રતિબંધ આવી રહ્યો છે તેને ઉજાગર કરતી કૃતિ કાકાના ભેસાવાડા પ્રાથમિક શાળાએ પ્લાસ્ટિક વેસ્ટમાંથી રોડ અને પેવર બ્લોક બનાવવાનો પ્રોજેકટ ધ્યાનાકર્ષક હતો. ગત વર્ષે આ શાળાના વિદ્યાર્થીઓ ઉજાસ પટેલ અને વ્રજ વણકરને વિજ્ઞાન પ્રદર્શનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અગ્રણી મહાનુભાવોએ ઉપસ્થિત રહી કૃતિ રજૂ કરનાર બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા.

આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન મેળવનાર શ્રી રામજીભાઈ અને જિલ્લાકક્ષાએ સન્માન મેળવનાર શ્રી જસુભાઈ, પ્રયોગશીલ શિક્ષકો, વિદ્યાર્થીઓ, તેમજ વિજ્ઞાન પ્રદર્શનમાં પરિતોષિકોના દાતાઓના સન્માન કરવામાં આવ્યા હતા. એનસીઇઆરટીના અભ્યાસક્રમના પુસ્તકોના પાઠની માહિતી માટે દીક્ષા એપ્લીકેશનની સમજ આપવામાં આવી હતી અને મામલતદાર કચેરી લુણાવાડા દ્વારા મતદારયાદી સુધારણા કાર્યક્રમ અન્વયે મોબાઈલ એપ્લીકેશનના માધ્યમથી ચૂંટણી કાર્ડના આધારે નામ ચકાસણી અંગેની વિસ્તૃત સમજ શ્રી રાકેશભાઈ દ્વારા આપવામાં આવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બીઆરસી, સીઆરસી,શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. સાથે લુણાવાડા તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ આ પ્રદર્શનને ઉત્સાહ ભેર નિહાળ્યુ હતું.

Admin

Admin

9909969099
Right Click Disabled!