સંજાણા હોસ્પિટલ સંજાણ ખાતે સેવા સપ્તાાહ અંતર્ગત મેડીકલ કેમ્પ યોજાયો

સંજાણા હોસ્પિટલ સંજાણ ખાતે સેવા સપ્તાાહ અંતર્ગત મેડીકલ કેમ્પ યોજાયો
Spread the love

વલસાડ,
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રસભાઇ મોદીના જન્મિદિવસ ઉજવણીના ઉપલક્ષમાં સેવાસપ્તાાહની ઉજવણીના ભાગરૂપે પંડિત દિનદયાલ ઉપાધ્યાણય સ્મૃાતિ ટ્રસ્ટજ દ્વારા સંજાણની સંજાણા હોસ્પિઉટલ ખાતે વન અને આદિજાતિ રાજ્યનમંત્રી રમણલાલ પાટકરની અધ્યતક્ષતામાં મોનસુન મેડીકલ કેમ્પસ અને રક્તીદાન કેમ્પનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં બાવન યુનિટ રક્ત એકત્ર કરાયું હતું.

આ અવસરે આદિજાતિ રાજ્ય મંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, રકતદાન કરવું એ આપણો ધર્મ છે, જેના થકી કોઇકની જિંદગી બચાવવાનું સૌભાગ્ય‍ મેળવવા માટે મોટી સંખ્યામાં રકતદાન કરે તેવી અપીલ તેમણે કરી હતી. સારી કામગીરી કરનારને પ્રોત્સાુહન આપવું જોઇએ, દરેક વ્યતક્તિ એ તેમાં નિઃસ્વાીર્થ ભાવે જોડાવું જોઇએ. દર્દીઓની સેવા અર્થે યોજાયેલા મેડીકલ કેમ્પખના આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યાો હતા. નરેન્દ્ર ભાઇ મોદીની સેવાભાવનાને યાદ કરી સૌ તેમના પગલે ચાલી લોકસેવા કરે તે જરૂરી છે. પર્યાવરણ જાગૃતિ માટે સૌને વૃક્ષારોપણ કરવા જણાવ્યુંય હતું. સરકારની યોજનાઓ અંગે લોકજાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો આયોજન કરી જનજન સુધી તેની જાણકારી મળે તે માટે સૌના સહયોગની અપેક્ષા વ્યવક્તર કરી હતી.

સ્વા ગત પ્રવચનમાં અગ્રણી પ્રદિપભાઇએ સૌને આવકારી ક્ષણેક્ષણ લોકસેવામાં કાર્યરત પ્રધાનમંત્રી નરેન્દ્રચભાઇ મોદીના પ્રજાલક્ષી કાર્યો અંગે જાણકારી આપી હતી.  આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ મણિલાલ પટેલ, સરપંચ દક્ષાબેન, ડૉ.રમેશભાઇ સંજાણા, અગ્રણી કનુભાઇ સોનપાલ, મુકેશભાઇ પટેલ, પંડિત દીનદયાલ ઉપાધ્યાહય સ્મૃરતિ ટ્રસ્ટ ના સભ્યો , વલસાડ રક્તણદાન કેમ્પના સ્ટાશફ સહિત હોસ્પિિટલ સ્ટાફ હાજર રહયા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!