કોરોમંડળ ઇન્ટંરનેશલ લી. દ્વારા કન્યા શિષ્યવૃત્તિ વિતરણ સમારોહ યોજાયો

કોરોમંડળ ઇન્ટંરનેશલ લી. દ્વારા કન્યા શિષ્યવૃત્તિ વિતરણ સમારોહ યોજાયો
Spread the love

વલસાડ,
કોરોમંડલ ઇન્ટ રનેશનલ લી. સરીગામ દ્વારા કન્યાર કેળવણીને પ્રોત્સાશહન મળે તે હેતુસર સી.એસ.આર.માંથી દર વર્ષે કોરોમંડલ કન્યાષ શિષ્યપવૃત્તિ આપવામાં આવે છે. જેના ભાગરૂપે ભંડારી સમાજ હોલ, સરીગામ ખાતે વન અને આદિજાતિ રાજ્યષમંત્રી રમણલાલ પાટકરના અધ્યોક્ષસ્થામને સરીગામ વિસ્તાડરની ૩૨ શાળાઓમાં અભ્યા્સ કરતી ૬૪ જેટલી તેજસ્વી્ વિદ્યાર્થીઓને શિષ્યરવૃત્તિનું વિતરણ કરી સન્માાનિત કરવામાં આવી હતી.

આ અવસરે આદિજાતિ રાજ્યામંત્રી રમણલાલ પાટકરે જણાવ્યુંી હતું કે, રાજ્યદ સરકાર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે બાળકોને પ્રોત્સાીહન મળે તે માટે સતત ચિંતા કરી વિવિધ શૈક્ષણિક યોજનાઓ અમલી બનાવી છે. સરસ્વ તી સાધના યોજના હેઠળ સાયકલ, વિવિધ યોજનાઓ હેઠળ શિષ્યલવૃત્તિ આપી પ્રોત્સા હિત કરવામાં આવે છે. સી.એસ.આર. હેઠળ કંપનીને મળેલા નફાની બે ટકા રકમ જે તે વિસ્તાતરના વિકાસકાર્યોમાં ઉપયોગ માટે આપવાની હોય છે, જેના ભાગરૂપે કોરોમંડલ લી. દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીનીઓને શિષ્યમવૃત્તિ આપવામાં આવી છે, જે અભિનંદનીય છે. કોરોમંડળ લી. દ્વારા સાયન્સ કૉલેજમાં પ્રયોગશાળા માટે આપેલા સહયોગ, કલમ વિતરણ, હોસ્પિેટલ શરૂ કરી આરોગ્ય સેવા આપવા સહિત સમાજના કાર્યો સાથે જોડાઇને વિવિધ સેવાકીય કામગીરી તથા શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાાહન આપવાના હેતુસર શિષ્યકવૃત્તિ આપવાની કામગીરીની સરાહના કરી હતી. ગર્ભાવસ્થાામાં બાળકનું યોગ્યે રીતે પોષણ મળે તે માટે કિશોરી યોજના હેઠળ પૌષ્ટિીક આહાર લેવા અનુરોધ કર્યો હતો.સ્ત્રીઓના રક્ષણ માટે વિવિધ કાયદાઓની જોગવાઇ કરવામાં આવી છે.

કોરોમંડલ લી.ના એચ.આર.હેડ અનિલ પ્રજાપતિએ સ્વા્ગત પ્રવચનમાં સૌને આવકારી કંપનીની કામગીરીની તેમજ શિક્ષણ, આરોગ્યિ અને કોમ્યુજનિટી ડેવલપમેન્ટચ ક્ષેત્રે વિવિધ સી.એસ.આર. પ્રવૃત્તિઓ અંગે જાણકારી આપી હતી. દીકરી ભણેલી હશે તો તે આખા સમાજને તારી શકે છે, આવી દીકરીઓ અધવચ્ચેણ શિક્ષણ છોડી ન દે, તે માટે મદદરૂપ થવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવે છે. કંપની દ્વારા ત્રણ શાળાઓ દત્તક લઇ ત્યાંળ અભ્યાેસ કરતી દરેક વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવતી હોવાનું પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.

કંપનીના સોશિયલ વાઇસ પ્રેસીડન્ટં હિમાંશુ શુકલાએ પ્રાસંગિક ઉદ્‌બોધનમાં કંપનીની કામગરીની રૂપરેખા આપી શિષ્યઇવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીનીઓના ઉજ્જવળ ભવિષ્ય‌ની શુભકામના પાઠવી હતી.
પ્રથમ ક્રમાંકે આવનારને પાંચ હજાર અને દ્વિતીય ક્રમાંકે આવનારને ત્રણ હજાર મળી ૬૪ વિદ્યાર્થીનીઓને કુલ રૂા.પ.૧૨ લાખની શિષ્યનવૃત્તિ આપવામાં આવી હતી.

આ અવસરે નાયબ જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી તેજલબેન, તાલુકા પ્રા.શિક્ષણાધિકારી પ્રિતીબેન, ડહેલીના ઉપસરપંચ દોલતભાઇ, કોરોમંડલ ઇન્ટલરનેશલ લી. ગ્રૂપના સ્ટાષફગણ, શિષ્ય વૃત્તિ મેળવનાર વિદ્યાર્થીનીઓ, તેમના માતા-પિતા વગેરે ઉપસ્થિલત રહયા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!