શાંતા-ગુલાબ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક -કરવડ ખાતે વનમંત્રી રમણલાલ પાટકરના હસ્તે વૃક્ષારોપણ

શાંતા-ગુલાબ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક -કરવડ ખાતે વનમંત્રી રમણલાલ પાટકરના હસ્તે વૃક્ષારોપણ
Spread the love

વલસાડ,
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ ઉજવણીના ઉપલક્ષમાં સેવાસપ્તાાહની ઉજવણીના ભાગરૂપે શાંતા-ગુલાબ ઇન્ડ્સ્ટ્રીનયલ એસ્ટેસટના સહયોગથી વન અને આદિજાતિ રાજ્યઉમંત્રી રમણલાલ પાટકરની અધ્યાક્ષતામાં કરવડ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુંઆ હતું. આ અવસરે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તેવ ઇન્ડોસ્ટ્રીજયલ પાર્કના પ્લોુટમાં વૃક્ષારોપણ કરાયું હતું.

આ અવસરે વન અને આદિજાતિ રાજયમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, પૃથ્વીદ ઉપર સમતોલ વાતાવરણ માટે ૩૩ ટકા વૃક્ષો હોવા જરૂરી છે, જેની સામે રાજ્યિમાં વૃક્ષોનું પ્રમાણ હજુ પણ ઓછું છે, જેની પૂર્તિ કરવા માટે દરેક વ્યાક્તિસ ઓછામાં ઓછું એક વૃક્ષ રોપી મોટા થાય ત્યાં સુધી તેનું જતન કરવું જોઇએ. વૃક્ષોના ઓછા પ્રમાણને કારણે બીમારીનું પ્રમાણ પણ વધે છે. ગ્લોટબલ વોર્મિંગના કારણે દરિયાકાંઠા વિસ્તાકરમાં દરિયાનું પાણી આવવા ઉપરાંત કુદરતી વાતાવરણમાં પણ ફેરફારો થયા છે. ઔદ્યોગિક વિસ્તાારોમાં હરિયાળી રહે તેવા ઉદ્દેશ સાથે મોટી સંખ્યારમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીમાં સહયોગી બનેલા શાંતા-ગુલાબ ઇન્ડદસ્ટ્રીટયલ પાર્કના સંચાલકોને અભિનંદન પાઠવ્યાણ હતા. રાજ્યી સરકારે વન મહોત્સિવ ઉજવણી માટે ૧૦ કરોડ વૃક્ષો વાવવાના લક્ષ્યાંકની પૂર્તિ કરી સરકારને મદદ કરવા માટે વિવિધ સેવાભાવી સંસ્થા ઓ આગળ આવી છે, જે સરાહનીય છે. ઉનાળાની સીઝનમાં પીવાના પાણીની તકલીફ નિવારવા વરસાદનું પાણી બોર અને કુવાઓમાં ડાયવર્ટ કરી રીચાર્જ કરવા જણાવ્યું હતું. સોલાર રૂફટોપ અપનાવી સૂર્યમાંથી ઊર્જા મેળવી વીજબીલમાં રાહત મેળવવા માટે મુખ્યામંત્રી વિજયભાઇ રૂપાણીએ આઠ લાખ કુટુંબોને આવરી લેવાનું આયોજન કર્યું હોવાનું જણાવ્યુંા હતું. ચોમાસાની સીઝનમાં દર વર્ષે ખરાબ થઇ જતા રસ્તાક સી.સી. રોડ બનાવવાનું આયોજન કરાયું હોવાનું તેમણે વધુમાં જણાવ્યુંર હતું.

મેઘધનુષ ડેવલપર્સના અભયભાઇ નહારએ સ્વા.ગત પ્રવચનમાં સૌને આવકાર્યા હતા. ૨૦૦ એકરના ઇન્ઙષ પાર્કમાં ૧પ હજાર વૃક્ષો વાવી ગ્રીનઝોન બનાવાનું આયોજન કર્યું છે. જેના ભાગરૂપે આ વર્ષે પાંચ હજાર વૃક્ષો વાવી તેનું કાળજીપૂર્વક જતન કરવામાં આવશે.

આ અવસરે નાયબ વન સંરક્ષક એચ.એસ.પટેલ, વાપી નગરપાલિકા પ્રમુખ વિઠ્ઠલભાઇ, શાંતા-ગુલાબ ઇન્ડયસ્ટ્રી યલ પાર્કના કેતન જે. નાહર, મણિભદ્ર ડેવલપર્સ-વાપીના જીનેશ જે.નહાર, રીષભ પેકવેલ-દાદરાના સમકીત એ. નહાર, અગ્રણી મિતેશ દેસાઇ, વાપી વિસ્તાારની વિવિધ સ્વૈ.ચ્છિ ક સંસ્થાંના સંચાલકો, પ્લોસટધારકો, તેમના કુટુંબીજનો મોટી સંખ્યામમાં હાજર રહયા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!