સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં પ્રમુખ વિરુદ્ધ લાવવામાં આવેલ અવિશ્વાસ દરખાસ્તનો ફિયાસ્કો

સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં પ્રમુખ વિરુદ્ધ લાવવામાં આવેલ અવિશ્વાસ દરખાસ્તનો ફિયાસ્કો
Spread the love

રીપોર્ટ : કુલદીપ ભાટીયા ઈડર

કોંગ્રેસ સાશિત સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ વિરુદ્ધ કરેલ અવિશ્વાસની દરખાસ્ત માટે જિલ્લા પંચાયતમાં ખાસ સભા યોજાઈ હતી, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખે જિલ્લા પંચાયતના સદસ્યોનો વિશ્વાસનો મત જીતી જિલ્લા પંચાયતની સત્તા કોંગ્રેસ પ્રમુખે ટકાવી રાખી હતી.કોંગ્રેસ સાશિત સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ અને ભાજપના સદસ્યોએ ભેગા મળી જિલ્લા પંચાયત પ્રમુખ સામે ગત ૮ સપ્ટેમ્બરના રોજ કરેલ અવિશ્વાસની દરખાસ્ત ડીડીઓને કરી હતી, ત્યાર થી જ સાબરકાંઠા જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું, જેને લઇ જિલ્લા વિકાસ અધિકારીએ જિલ્લા પંચાયત ખાતે ખાસ સામાન્ય સભા બોલાવી હતી. પ્રમુખ સામે થયેલ અવિશ્વાસની દરખાસ્તમાં કોંગ્રેસના ૧૫ સદસ્યો અને ભાજપના ૬ સદસ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજુ કરી હતી. ખાસ સભામાં કોંગ્રેસ અને ભાજપના સભ્યો હાજર રહ્યા હતા.

જેમાં કોંગ્રેસના ચૂંટાયેલ ૨૯ સદસ્યો પૈકીના ૨૮ સદસ્યો ગૃહમાં હાજર રહ્યાં હતા અને તમામ હાજર સભ્યોએ જિલ્લા પંચાયત પ્રમુખ માટે વિશ્વાસનો મત આપ્યો હતો, ત્યારે ભાજપના ચૂંટાયેલ ૭ જિલ્લા સદસ્યો પણ સભામાં હાજર રહ્યા હતા. પરંતુ તેઓ ગૃહ છોડી સભાને વોક આઉટ કરી બહાર નીકળી ગયા હતા અને આખરે જિલ્લા પંચાયત પ્રમુખ સામે થયેલ અવિશ્વાસની દરખાસ્ત બરખાસ્ત થઇ અને બહુમત પુરવાર થતાં જ કોંગ્રસને ઘાત ટળી હતી.

એક તરફ કોંગ્રેસ સાશિત જિલ્લા પંચાયતના ૧૫ બળવાખોર સદસ્યો અને વિપક્ષના ૬ સદસ્યોએ ભેગા મળી કરેલ અવિશ્વાસની દરખાસ્ત બરખાસ્ત થઇ છે, તો બીજી તરફ ખાનગી હોટલમાં મળેલ બેઠકમાં વિપક્ષના સભ્યો પણ હાજર હતા, તે દરમિયાન અંદરો અંદર સદસ્યો વચ્ચે છુંટ્ટા હાથની મરામારી પણ થઇ હોવાનું પણ બહાર આવ્યું છે. જિલ્લા પંચાયત કોંગ્રેસી સદસ્યોને બેઠક કરી સમજાવટ કરતા આખરે તમામ સભ્યો એક જૂથ થયા હતા અને આખરે પંચાયત પ્રમુખના વિશ્વાસમાં મત આપી બહુમત મેળવ્યો હતો.

કોંગ્રેસ સાશિત સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં થયેલ પ્રમુખ વિરુદ્ધની અવિશ્વાસ દરખાસ્ત મામલે ડીડીઓએ બોલાવેલ ખાસ સભામાં કોંગ્રેસે બહુમત મેળવી સત્તા ટકાવી રાખી છે, ત્યારે બળવાના મૂળમાં રહેલા કોંગ્રેસના ૧૫ સદસ્યોએ પણ સમર્થન આપતા પ્રમુખ વિરુદ્ધ થયેલ દરખાસ્ત નો ફિયાસ્કો થયો છે.

બિન સત્તાવારરીતે મળતી માહિતી પ્રમાણે ભાજપ સાથે મળી  બળવાનું  નેતૃત્વ કરતા કોંગ્રેસના પૂર્વ કારોબારી અધ્યક્ષશ્રીએ પણ જે સોદો કર્યો હતો તેની જાણ સદસ્યોને થઇ ગઈ હતી તેથી કોંગ્રેસીઓતો એક થઇ ગયા પરંતુ ભાજપના સદસ્ય અને જીલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાએ ભાજપ સાથે સોદાબાજી કરનારને બરોબર લીધો છે તેવી માહિતી બિનસત્તાવાર રીતે પ્રાપ્ત થઇ છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!