સરદાર સરોવર-નર્મદા ડેમની જળ સપાટી૧૩૮.૨૪ મીટરે નોંધાઇ

સરદાર સરોવર-નર્મદા ડેમની જળ સપાટી૧૩૮.૨૪ મીટરે નોંધાઇ
Spread the love
  • નર્મદા ડેમમાં ૨,૫૫,૮૩૩ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૨,૮૭,૦૮૫ ક્યુસેક પાણીનો આઉટફલો : ડેમના ૨૩ દરવાજા ખોલાયા
  • ૨૪ કલાકમાં ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૯,૨૬૪ અને કેનાલ હેડ પાવર હાઉસ દ્વારા ૫૦૦૯ મેગાવોટ વિજ ઉત્પાદન

 

નર્મદા જિલ્લામાં કેવડીયા કોલોનીના સરદાર સરોવર-નર્મદા ડેમ ખાતે આજે   ડેમની  જળ સપાટી ૧૩૮.૨૪ મીટરે સપાટી નોંધાઇ હોવાના અહેવાલ કેવડીયા કોલોની ખાતેના નર્મદા ફ્લડ કંટ્રોલ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. તેની સાથોસાથ આજે બપોરે ૧૨:૦૦ કલાકે નર્મદા ડેમના ૨૩ દરવાજા ખુલ્લા હોવાની જાણકારી પણ પ્રાપ્ત થઇ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, આજે તા. ૨૧ મી સપ્ટેમ્બરના રોજ બપોરે ૧૨:૦૦ વાગ્યાની પરિસ્થિતિએ નર્મદા ડેમમાં ૨,૫૫,૮૩૩ ક્યુસેક પાણીના ઇનફલો સામે ૨,૮૭,૦૮૫ ક્યુસેક પાણીનો આઉટફ્લો નોંધાયો હતો. તા. ૯ મી ઓગષ્ટ, ૨૦૧૯ ના રોજ નર્મદા ડેમના દરવાજા સૌ પ્રથમ ખોલાયા ત્યારથી નર્મદા ડેમ સાઇટ ખાતે રિવર બેડ-ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે ૬ યુનિટ આજદિન સુધી સતત વિજ ઉત્પાદન કરી રહ્યા છે અને આજે તા. ૨૧ મી સપ્ટેમ્બર, ૨૦૧૯ ના રોજ સવારના ૮:૦૦ વાગ્યા સુધીના છેલ્લા ૨૪ કલાક દરમિયાન R.B.P.H -ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા ૨૯,૨૬૪ મેગાવોટ વિજ ઉત્પાદન થયું છે. જ્યારે C.H.P.H-  કેનાલ હેડ પાવર હાઉસ ખાતે પણ ૫૦ મેગાવોટના યુનિટો મારફત છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ૫૦૦૯ મેગાવોટનું વિજ ઉત્પાદન નોંધાયેલ હોવાના અહેવાલ નર્મદા ફલ્ડ કંટ્રોલ કક્ષ, કેવડીયા તરફથી પ્રાપ્ત થયાં છે.

 

રિપોર્ટ :જ્યોતિ  જગતાપ , રાજપીપલા

Admin

Admin

9909969099
Right Click Disabled!