જ્યારે જિલ્લા કલેકટરે એક મહિલાને માત્ર 15 મિનિટમાં જ વિધવા સહાય મંજૂરીનો હુકમ કરી આપ્યો

જ્યારે જિલ્લા કલેકટરે એક મહિલાને માત્ર 15 મિનિટમાં જ વિધવા સહાય મંજૂરીનો હુકમ કરી આપ્યો
Spread the love

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ

અરવલ્લી જિલ્લાના નવા કલેક્ટર અમૃતેશ ઔરંગબાદકરની લોકકલ્યાણના કામોમાં દાખવેલ  એક અભિગમથી લોકોમાં ભારે ખુશી વર્તાવા સાથે નવા કલેકટર માટે ભારે માન, આદરની લાગણી પ્રસરી ગઇ છે. આજે કલેકટરની મોડાસા મામલતદાર કચેરીની મુલાકાત દરમિયાન એક મહિલાને જોઈને કયા કામે આવ્યા તેમ પુછપરછ કરીને તેણી આવકનો દાખલો મેળવવા આવ્યા હોઇ તાત્કાલિક આવકનો દાખલો કઢાવી આપ્યો અને આ મહિલા વિધવા હોવાની જાણ થતાં આ મહિલાને વિધવા સહાયનું ફોર્મ ભરાવી માત્ર 15 મિનિટમાં જ વિધવા સહાય માટે મજૂરીનો હુકમ પણ આપી દેતા વિધવા મહિલાની ખુશીનો પાર રહ્યો ન હતો.આટલી ઝડપી પ્રશ્નો,કામોનો નિકાલ કરવાના ઉત્સાહી કલકેટર માટે જનતામાં ભારે માન ઉપજ્યું હતું.

Admin

Admin

9909969099
Right Click Disabled!