કલેક્ટર શાલિની અગ્રવાલને ગ્લોબલ પીસ ઇનીશીએટિવ દ્વારા એવોર્ડ અપાયો

કલેક્ટર શાલિની અગ્રવાલને ગ્લોબલ પીસ ઇનીશીએટિવ દ્વારા એવોર્ડ અપાયો
Spread the love

વડોદરા,
ગ્લોબલ પીસ ઇનીશીએટિવ એ સંયુક્ત રાષ્ટ્ર સંઘના માર્ગદર્શનો અનુસાર શાંતિ માટે કાર્યરત સંસ્થા છે.એના દ્વારા આજે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસને અનુલક્ષીને જિલ્લા કલેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલને શાંતિ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો હતો.લોકસભા ચૂંટણીઓ દરમિયાન સઘન મતદાર જાગૃતિ પ્રવૃત્તિઓ દ્વારા લોકતંત્રના મજબૂતીકરણ અને તાજેતરની અતિવૃષ્ટિ અને અભૂતપૂર્વ પુરની આપદા પ્રસંગે લોકોના બચાવ અને રાહતના સતર્ક સંકલન સહિતના એમના યોગદાનને ધ્યાનમાં લઈને આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.તેમના ઉપરાંત જિલ્લા આયુર્વેદિક અધિકારીશ્રી સુધીર જોશીને મતદાર જાગૃતિ અભિયાનના સફળ સંકલન સહિત બહુમુખી લોકોપયોગી પ્રવૃત્તિઓ માટે આ એવોર્ડ આપવામાં આવ્યો છે.સંસ્થાના પદાધિકારી શ્રી શ્રેય ચોકસી અને દિનેશ શર્માએ આ એવોર્ડ અર્પણ કર્યો હતો.

Admin

Admin

9909969099
Right Click Disabled!