ક્લાયમેટ ચેન્જ રોકવા આખું વિશ્વ વધુ વૃક્ષો રોપી-ઉગાડે તો જ પરિણામ મળે…

ક્લાયમેટ ચેન્જ રોકવા આખું વિશ્વ વધુ વૃક્ષો રોપી-ઉગાડે તો જ પરિણામ મળે…
Spread the love

જાળવણી પ્રત્યે ધ્યાન ન આપવા સાથે માત્ર ને માત્ર દરેક દેશોએ કાર્બન ઉત્પાદનના કાર્યો થવા દીધા છે. તો ભૌતિક વિકાસની વિશ્વની ભુખ એટલી વિકરાળ બની ગઈ કે અંદાજે વર્ષે ૧૫ કરોડ જેટલા વૃક્ષોનું નિકંદન કાઢી નાખતા રહ્યા છે. આજદિન સુધીમાં વિશ્વનું તાપમાન ૧.૫૩ ટકા વધી ગયું છે. આ બધા કારણોને લઈને ૫૦ કરોડથી વધુ લોકોના જીવ જાખમમાં મુકાઇ ગયા છે. આબોહવામાં ફેરફાર થઈ ગયા છે. ભારત જેવા દેશમાં ઋતુચક્ર પણ થોડું બદલાયું છે લગભગ દરેક ઋતુકાળ ૪૦થી ૪૫ દિવસ જેટલો લંબાઈ ગયો છે જે પ્રવર્તમાન ક્લાઈમેન્ટની સ્થિતિને કારણે છે.

વિશ્વમાં વાવાઝોડા, અતિવૃષ્ટિ, દુષ્કાળ, સખત ગરમી વધવી કે ઠંડી વધવી, ફળદ્રુપ જમીન થવી અને રણ બની જાય જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. વિશ્વમાં ૭૫ ટકા સમુદ્ર નો ભાગ છે અને ૨૫ ટકા જમીન છે. ત્યારે વધુ જમીન રણ બનતી અટકાવી ફળદ્રુપ બનાવવી સમગ્ર વિશ્વને માટે અતિ જરૂરી છે. યુનો ખાતે દરેક દેશોના વડાઓ કે પ્રતિનિધિઓ મળે છે ત્યારે કાર્બન ઘટાડવાની મોટી મોટી વાતો કરે છે… તેમજ પર્યાવરણ જાળવણી માટે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરવું જંગલો બચાવવા સહિતની વાતો કરે છે… પણ તેનો અમલ કેટલો….?! પરિણામે કાગળ પર જ આ બધી ગુલબાંગો ચિતરાઈ ને રહી જાય છે.

અત્યારના સમયમાં વિશ્વભરમાં જે પરિસ્થિતિ ઉદભવવા પામી છે તેને અટકાવવા માટે વિશ્વભરના લોકો જાગૃત બન્યા છે- સંગઠનો પણ ઉભા થઇ ગયા છે. આ સંગઠનો વિશ્વના દેશોમાં પ્રદર્શન યોજે છે અને વિશ્વ નેતાઓને જાગૃત કરવા સાથે આવનારા સંકેટોની ચેતવણી આપે છે. હવે વિશ્વભરના નેતાઓ પણ પર્યાવરણ જાળવવા અને વધુ વૃક્ષો વાવેતર કરવા માટે પોતાના દેશોમાં વૃક્ષ વાવેતરના અભિયાન ચલાવવાનું શરૂ કરી દીધું છે. જેના કેટલાક દેશોમાં પરિણામો આવવા શરૂ થઈ ગયા છે. કેટલાક દેશોમાં વૃક્ષોના રોપાનું વાવેતર કરે છે પરંતુ પછીથી તેની માવજત કરવા તરફ ધ્યાન નથી અપાતું.

પરિણામે માંડ પાંચેક ટકા રોપાઓ વૃક્ષનું રૂપ ધારણ કરે છે. ત્યારે હવે વિશ્વભરની સરકારોએ અલગ અલગ પ્રકારના વધુ ઓક્સીજન આપતા અને વધુ કાર્બનનું શોષણ કરતા જુદા જુદા વૃક્ષોના રોપાઓનું વાવેતર કરવા સાથે તેને ઉછેરવા તરફ વિશેષ ધ્યાન આપવું પડશે. સાથે વધુ પ્રમાણમાં કાર્બન પેદા થતો રોકવા પણ આકરા પગલાં ભરવા પડશે જેમાં કેમિકલ ઉત્પાદન કરતાં એકમો, કેમિકલ વાપરતા ઉદ્યોગો, પેટ્રોલ- ડીઝલનો વપરાશ કરતા સાધનોનો ઓછો ઉપયોગ કરવા તરફ, જંગલો વૃક્ષોના થતાં નિકંદન તરફ, ખેતી ક્ષેત્રે વપરાતા કેમિકલયુક્ત ખાતરો અને દવાઓનો વપરાશ રોકવા કડક પગલાં ભરવા પડશે…

તો ક્યાંક પ્રતિબંધો પણ મૂકવા પડશે. ખાણ-ખનિજ ખોદાણોના કામો રોકવા ઉપરાંત ભૂતળ દોહન માટે આકરા પગલાં લેવા પડશે કે પછી પાબંધી મૂકવી પડશે. અને ત્યારે જ ગ્લોબલ વો‹મગની અસર ઓછી થશે. બંજર જમીન ફળદ્રુપ બનતી જશે, વધતુ તાપમાન ઘટશે, હવા પ્રદૂષણ ઘટશે, ખેતી ઉત્પાદન વધી જશે, તેમાં કુદરતી ખાતર વાપરવાથી સારું પૌષ્ટિક ઉત્પાદનો મળતા થઈ જશે. અને તેમાં પણ કદરતી ખાતરના ઉપયોગ થતા સારા પૌષ્ટીક ખેત ઉત્પાદનો મળશે, માસનો વપરાશ વધી ગયો છે તે પણ અટકાવવો પડશે. એટલે કે દુધાળા પશુ, ખેતી ઉપયોગી પશુઓની કતલ ફરજિયાત અટકાવવી પડશે. તેમજ તેના મળ-મુત્ર વગેરેને ખાતરમાં પલટાવવાની પદ્ધતિ અપનાવવી પડશે.

પ્લાસ્ટિક વપરાશ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો પડશે. ત્યારે જળ- વાયુ- પાણી શુદ્ધ મળશે. અને વિશ્વમાં પ્રદૂષણ ઘટી જશે તે પણ નિશ્ચિત છે. ભારતમાં છેલ્લા ૩૦ વર્ષમાં જંગલોનો ભરપૂર નાશ થયો છે-વૃક્ષોનુ નિકંદન કાઢવામાં આવ્યું છે તો ભૂસ્તર જળ દોહન પણ વધુ થયું છે. પ્લાસ્ટિક કોથળી, પેકેટો કે અન્ય ઉપયોગ થતાં નદી-નાળા તળાવો, વોકળાઓમાં પ્રદૂષણ ફેલાયું હતુ- પાણી અટક્યા હતા. જમીનમાં ઉતરતા પાણી અટકી ગયા છે અને જમીનની ફળદ્રુપતા ખતમ કરી છે. તો પ્રદૂષણ ઓકતા દેશભરમાના ઉદ્યોગો તરફ આખ મીચામણા કરવામા આવે છે.

જેના કારણે ફળદ્રુપ જમીનો તો ખતમ થઈ છે પરંતુ હવાનું પ્રદૂષણ ભયાવહ બન્યું છે. જાકે સરકારે વૃક્ષ વાવેતર અભિયાન કરીને કરોડો વૃક્ષના રોપા વાવી કે વવરાવી દીધા છે પરંતુ તે રોપા વૃક્ષ બને તેની જાળવણી-ઉછેર થાય ત્યારે રોપા વૃક્ષ બને- ખીલી ઊઠે તે માટે આયોજનો કરવા પડશે. જેના અનુસંધાને પ્રોત્સાહનો જાહેર કરવા પડશે કે તંત્ર ગોઠવવુ પડશે તો જ પરિણામો મળશે…. નહી તો ખાયા- પિયા- ખેલ કીયાની જેવો ઘાટ બની જશે. તે નિશ્ચિંત છે..!?

(જીએનએસ-હર્ષદ કામદાર)

Admin

Admin

9909969099
Right Click Disabled!