શ્રમદાન દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટીકના એકત્રીકરણ કરવાની કામગીરી શરૂ

શ્રમદાન દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટીકના એકત્રીકરણ કરવાની કામગીરી શરૂ
Spread the love

પાટણ,
પાટણ જિલ્લાને સ્વચ્છ અને પ્લાસ્ટીક મુક્ત બનાવવા “સ્વચ્છતા હી સેવા” મહાઅભિયાનઅંતર્ગત પાટણ જીલ્લાના ગામોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના એકત્રીકરણ માટે શ્રમદાન દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આગામી ૦૨જી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતી નિમિતે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત પાટણ જીલ્લાના વિવિધ ગામોમાં લોકભાગીદારી થકી પ્લાસ્ટીકના વપરાશ પર પ્રતિબંધ તથા પ્લાસ્ટીક કચેરીના એકત્રીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે.

પાટણ તાલુકાના ડેર ગ્રામ પંચાયત દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા ઠરાવ પસાર કરવામાં આવ્યો. તો ચાણસ્મા તાલુકાના ઈસ્લામપુરા ગામમાં ગ્રામ પંચાયત દ્વારા ડસ્ટબિનનું વિતરણ કરવામાં આવ્યું હતું. આવનાર સમયમાં પાટણ જીલ્લાના તમામ ગામોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું એકત્રીકરણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

પાટણ જીલ્લાના પાટણ તાલુકાના ડેર,નાના રમણદા, સરસ્વતી તાલુકાના સરીયદ, ઉંદરા,નાયતા,રેચવી, જલેશ્વર પાલડી, વડુ ગામોમાં તેમજ સિધ્ધપુર તાલુકાના આંકવી,કોટ,બીલીયા,ચાટવાડા,સમોડા,ચંદ્રાવતી,પચક્વાડા,પુનાસણ,નેદ્રા,વરસીલા,સુજાણપુરા ગામોમાં જયારે ચાણસ્મા તાલુકાના વસઈ,જીતોડા,ઝીલીયા,ધીણોજ ગામોમાં તેમજ હારીજ તાલુકાના થરોડ,કાઠી,ભલાણા,માલસુંદ,ખાખડીઅને સરવાલ ગામોમાં,સમી તાલુકાના સમી,જલાલાબાદ,ગુજરવાડા તેમજ શંખેશ્વર તાલુકાના શંખેશ્વર, મોટીચંદૂર, પંચાસર,જેસડા, બીલીયા, ધનોરાગામોમાં અને રાધનપુર તાલુકાના ચલવાડા, ધોળકડા,શેરગઢ,કમાલપુર(સાતુન) ગામોમાં અને સાંતલપુર તાલુકાના વારાહી,નવાગામ,સીધાડા ગામોમાં લોકભાગીદારી દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્રીકરણ કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયમાકશ્રી ડી.એલ.પરમાર તેમજ સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) શાખાના જીલ્લા કો-ઓર્ડીનેટરશ્રી દિલીપભાઈ ચૌહાણ દ્વારા તાલુકા કક્ષાના એસ.બી.એમ સ્ટાફની “સ્વચ્છતા હી સેવા” અંતર્ગત સમિક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં જીલ્લાના તમામ ગામોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ થાય તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું એકત્રિતકરણ કરવાની કામગીરી અને એક્શન પ્લાન વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.

Admin

Admin

9909969099
Right Click Disabled!