નેત્રંગ ગામનો કચરો લાલમંટોડી વિસ્તારમાં ઠાલવતા સ્થાનિક રહીશો લાલધુમ

Spread the love
  • ગ્રા. પંચાયત ધ્વારા ટુંક સમય પહેલા જ ગામમાં કચરા અને ગંદકીના નિકાલ માટે કામગીરી કરાઇ હતી
  • આગામી બે-ત્રણ દિવસમાં કચરો નહીં ઉઠાવાય તો ગ્રા.પંચાયત કચેરીમાં ધરણા અને ઉગ્ર આંદોલનની ચીમકી
  • નેત્રંગ ગામનો કચરો લાલમંટોડી વિસ્તારમાં ઠાલવતા સ્થાનિક રહીશો લાલધુમ થઇ ગયા છે,

 પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકા મથકના જીનબજાર,જવાહર બજાર, ગાંધીબજાર,ચાર રસ્તા સહિતના આજુબાજુના ઠેર-ઠેર કચરાના ઢગ અને ગંદકીના કારણે ગ્રામજનોની હાલત બદ્દતર બની જવા પામી હતી,જેમાં ચોમાસાની સિઝનમાં ધોધમાર વરસાદના પાણીના પગલે યોગ્ય પધ્ધતિ અને આયોજન વગર બનાવી દેવામાં આવેલી ગટરલાઇન ઉભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો હતો, અને ભારે દુગૅધના કારણે જીવલેણ રોગચાળો ફાટી નિકળવાની દહેશત જણાઇ રહી છે,તેવા સંજોગોમાં ગ્રામજનો ધ્વારા નેત્રંગ ગ્રા.પંચાયતના સતાધીશોને વારંવાલ રજુઆત કરતા ટુંક સમય પહેલા સમગ્ર ગામમાં સફાઇની કામગીરી કરવામાં આવી હતી, જેમાં સમગ્ર નેત્રંગ ગામના કચરાને ટ્રેક્ટરમાં ભરીને લાલમંટોડી વિસ્તારના ટેકરા ઉપર ઠાલવી દેવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાય જવા પામ્યો છે,જેમાં લાલમંટોડી વિસ્તારમાં કબ્રસ્તાન, હનુમાનજીનું મંદિર સહિત પ્રા.શાળા આવેલ છે, અને ત્યાં મજુરીકામ કરતાં ગરીબ લોકો વસવાટ કરે છે,જેથી કચરાના ઢગ અને ભારે દુગૅધ ફેલાતા લાલમંટોડી વિસ્તાના રહીશો પીતો ગુમાવતા આગામી બે-ત્રણ દિવસમાં ગ્રા.પંચાયત ધ્વારા લાલમંટોડી વિસ્તારમાં ઠાલવેલ કચરાનો નિકાલ નહીં કરવામાં આવે તો ગ્રા.પંચાયત કચેરી ખાતે ધરણાનો કાયૅક્રમ કરવામાં આવશે અને ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારતા સરકારીતંત્રમાં ફફડાટ મચી જવી પામી છે.

 

દિવ્યાંગ મિસ્ત્રી,નેત્રંગ

Admin

Admin

9909969099
Right Click Disabled!