ભારત સરકાર દ્વારા ભારતને વધુ સારા રાષ્ટ્ર બનાવવા બદલ નર્મદા જિલ્લાને પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ

ભારત સરકાર દ્વારા ભારતને વધુ સારા રાષ્ટ્ર બનાવવા બદલ નર્મદા જિલ્લાને પ્રતિષ્ઠિત સ્કોચ એવોર્ડ
Spread the love

નર્મદા જિલ્લામાં વિવિધ રોજગારલક્ષી કામગીરી ખેડૂતોના આવક બમણી કરવા માટે ઝીરો બજેટ થી ઓર્ગેનિક ખેતી,  બાગાયત પાકોનું મુલ્યવર્ધન,  ક્રિએટિવ વેલ ફાર્મ વગેરે જેવી ખેડૂતલક્ષી કામગીરી બદલ એવોર્ડ.

ભારત સરકારના મંત્રી (એચ.આર.ડી )ડો.રમેશ પોખરીયાલ નિશાક અને સ્કોચ ગ્રુપના ચેરમેન દ્વારા કોન્સ્ટિટ્યૂશન ક્લબ ઓફ ઇન્ડિયા નવી દિલ્હી ખાતે બાગાયત ખાતાના અધિકારી ડો. સ્મિતા પિલ્લાઇ અને એવોર્ડ અપાયો.

નર્મદા જિલ્લાની નાયાબ બાગાયત વિભાગ નિયામકની કચેરી દ્વારા કરવામાં આવેલી વિવિધ રોજગારલક્ષી કામગીરી થી ખેડૂતોની આવક બમણી કરવા માટે ઝીરો બજેટ ફાર્મિંગ થી ઓર્ગેનિક ખેતી,બાગાયતી પાકોના મૂલ્યવર્ધન સહિત અનેક ખેડૂત લક્ષી કામગીરીને ધ્યાને લઈ ડો. સ્મિતા પિલ્લાઈને ભારતને વધુ સારા રાષ્ટ્ર બનાવવા બદલ કરેલી કામગીરીને ધ્યાનમાં રાખીને એક પ્રતિષ્ઠિત ગણાતો સ્કોચ એવોર્ડ ભારત સરકારના એચ.આર.ડી મંત્રી ડો.રમેશ પોખરીયાલ નિશાંક અને સ્કોચ ગ્રુપ ચેરમેન દ્વારા આ એવોર્ડ એનાયત કરાya હતા.

આ અંગે ડો.સ્મિતા પિલ્લાઇ એ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લો એક આદિવાસી જિલ્લો છે,  અને જંગલ હેઠળનો લગભગ 44% વિસ્તાર છે. નીતિ યોગ દ્વારા નર્મદા જિલ્લાની ઓળખ મહત્વકાંક્ષી (એસ્પીરેશનલ )જિલ્લા તરીકે કરેલ છે. જિલ્લાની ભૌગોલિક સ્થિતિ એ મોટો ઉદ્યોગિક વિકાસને મંજૂરી આપી નથી અને તેથી ખેતીની આવક નો મોટો સ્ત્રોત છે. કેડા મુખ્ય બાગાયતી પાક છે, જેનું વાવેતર 9100 હેકટર થાય છે.લણણી પછી જિલ્લામાં કેળાની ખેતી થી દર વર્ષે લગભગ 9. 45 લાખ ટન સ્યુડોસ્ટેમ નો કચરો ઉત્પન્ન થાય છે.

ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીના સ્વપ્ન અને ક્રિએટિવ વેલ ફાર્મ વેસ્ટના ઉદેશને સાકાર કરવાના દ્રષ્ટિએ સાથે નાયબ બાગાયત નિયામક નર્મદા દ્વારા આવવાના પહેલ ની દરખાસ્ત કરવામાં આવી હતી, અને પાકના અવશેષો પર પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી.

બાગાયત પાકના અવશેષમાં મૂલ્યવર્ધન માટે ખેડૂતો અને ઉદ્યોગો સાહસિકોની સધન મીટીંગ અને સંપર્ક મુલાકાત દ્વારા શરૂ કરવામાં આવી હતી. નર્મદા જિલ્લાના બાગાયત વિભાગના સહયોગથી શાશ્વત નામે ખેડૂતોના જૂથ દ્વારા કેળાના સ્ટ્યુડોસ્ટમ પ્રોસેસિંગ એકમો સ્થાપના કરવામાં આવી હતી. આ ગ્રુપના લીડ અનિલભાઈ વરિયા દ્વારા બદામ ખાતે જૂથ દ્વારા સમગ્ર કાર્ય કરવામાં આવે છે. તેથી આદિવાસી સમુદાયમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારી ની સર્જન કરી છે. આ થકી આદિવાસીઓ દ્વારા નોકરીની શોધમાં કરવામાં આવતા સ્થળાંતરો માં ઘટાડો થયો હતો.

કેળના રેસા ઓરગોનીક ખાતર (સેપવોટર) માંથી અને વર્મિ કમ્પોસ્ટ (સ્કૂચારમાંથી )જેવા ઉત્પાદનોનુ ઉત્પાદક પાકના અવશેષો ના સંચાલનના પર્યાવરણને અનુકૂળ સોલ્યુશન બનાવવામાં આવે છે. પાકના ફરી એક હેક્ટર ક્ષેત્રની પ્રાથમિક પ્રક્રિયા દ્વારા રૂપિયા 1.25 લાખ થી વધુ આવક સાથે 135 જનની રોજગાર પેદા કરેલ કામગીરીની કેન્દ્ર સરકારે નોંધ લીધી હોવાનું જણાવ્યું હતું.

 

રિપોર્ટ: જ્યોતિ  જગતાપ,  રાજપીપળા

Admin

Admin

9909969099
Right Click Disabled!