ડાંગ જિલ્લાની સરકારી સિવીલ હોસ્પિટલમાં નોકરી પર રાખવાની શરતે બેરોજગારીનો લાભ ઉઠાવી આર્થિક શોષણ

ડાંગ જિલ્લાની સરકારી સિવીલ હોસ્પિટલમાં નોકરી પર રાખવાની શરતે બેરોજગારીનો લાભ ઉઠાવી આર્થિક શોષણ
Spread the love

ડાંગ જિલ્લાની સરકારી સિવીલ હોસ્પિટલમાં વિશ્વ ઇન્ટર પ્રાઇઝના  સુપરવાઝર વિનોદભાઈ અને તેમના મળતિયા દ્વારા નોકરી પર રાખવાની શરતે પોતાના પ્રતિનિધિ મારફત નાણા ઉસેટી લઇ બેરોજગારીનો લાભ ઉઠાવી કર્મચારીઓનુ આર્થિક શોષણ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ આઉટ સોસિંગના કર્મચારીઓમાં ઉઠવા પામી છે અને આ બાબતે ઉચ્ચકક્ષાએથી તટસ્થ તપાસ થાય તો મસ મોટું ભોપાળું બહાર આવવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

ડાંગ જિલ્લામાં વિવિધ આઉટ સોસિંગ એજન્સીઓની ધણી કામગીરી ચાલી રહી છે પરંતુ વિશ્વ ઇન્ટર પ્રાઇઝ એજન્સી દ્વારા અનેક કર્મચારી ભરતી કરવામાં આવી છે. જેમાં ડ્રાઈવર પટાવાળા નર્સ સફાય કામદારો મોટી સંખ્યામાં કર્મચારીઓ ફરજ બજાવી રહ્યાં છે જેમાં સરકારના ધારાધોરણ મુજબ બેરોજગારો શિક્ષિત યુવાનોને રોજગારી પૂરી પાડવા સરકારનો હેતુ છે.પરંતુ અહીંના કર્મચારીઓને માનસીક અને આર્થિક શોષણ સુપરવાઇઝર વિનોદ અને તેના મળતિયાઓ દ્વારા કરવામાં આવી રહ્યા ની બુમો ઉઠવા પામી રહી છે.

મળતી માહિતી મુજબ એજન્સીના કર્મચારીઓને નોકરી આપી મસમોટી રકમ ઉધારીને સુપરવાઇઝર વિનોદ દ્વારા કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવી છે.બીજી તરફ બેરોજગારીનુ પ્રમાણ વધુ હોવાથી નોકરી જવાના ડરે કર્મચારી બોલી શકતા નથી. અને તેમના આર્થિક શોષણ અંગે ફરિયાદ કરવા આગળ આવતા નથી. જેનો ફાયદો ઉઠાવી કર્મચારીઓને આર્થિક નુકસાન કરવામાં આવી રહ્યું હોવાની બાબતે પણ તટસ્થ તપાસ જરૂરી છે.

વધુમાં હાલ વિશ્વ ઇન્ટર પ્રાઇઝ એજન્સી જ છેલ્લા ધણા વર્ષો થી આ ડાંગ સિવિલ હોસ્પિટલ કર્મચારીઓનુ સંચાલન કરી રહયા છે અને ડાંગ જિલ્લામાં સંચાલન કરવા વિનોદભાઈ ને સુપરવાઇઝર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે પરંતુ એનો ફાયદો લઈ બેફામ ભ્રષ્ટાચાર કર્યો હોવાની એક કર્મચારી એ પોતાનુ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું. જ્યારે આવા સુપરવાઇઝર પર જીલ્લા કલેકટર એન. કે ડામોર અને એજન્સી તત્કાલીક તપાસ હાથ ધરી કાર્યવાહી કરી આવા નિમેલા સુપરવાઇઝર ને છુટા કરે એ સિવિલના આઉટ સોસિંગ  કર્મચારીઓમાં માંગ ઉઠવા પામી છે.

આમ ડાંગ જીલ્લામાં સિવિલ આઉટ સોસિંગમાં સ્થાનીક અધિકારી અને ચુંટાયેલા પ્રતિનિધિઓની પણ એજન્સીના સુપરવાઇઝર સાથે મીલીભગત હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!