બાળકને નસિબદાર નહિં પણ પણ તંદુરસ્ત બનાવો….

બાળકને નસિબદાર નહિં પણ પણ તંદુરસ્ત બનાવો….
  • એક્વા એરોબિક્સ, પ્રેગ્નેન્સી ડાએટ, બેઇટ મેનેજમેન્ટથી એક્ટીવ, હેલ્ધી, સ્માર્ટ, ઇન્ટરેક્ટીવ અને સ્માર્ટ ડિઝાઇન બેબી પ્લાન કરો.
  • બાળકનું પ્લાનિંગ હસ્ત રેખા જોઇ નહિં પણ ડિઝાઇન બેબીન પ્લાન કરો.
  • જૂનવાણી મા-બાપની જેમ બાળક સમય, નક્ષત્ર અને ગ્રહ જોઇને નહિં પણ મોર્ડન પેરેન્ટ્સની જેમ ફિટ અને હેલ્ધી ડિઝાઇન બેબી પ્લાન કરો

હેલ્થ રીપોર્ટ, સુરત

જૂના જમાનામાં લોકો સારી તારીખ અને મહુરત જોઇ બાળક પ્લાન કરતા હતા અને એની ડિલિવરી સમય નક્ષત્ર જોઇને કરવામાં આવતી ભલે પછી એ સિઝેરીયન કેમ ન હોય. પણ હવે મોર્ડન પેરેન્ટ્સ ડિઝાઇનર બેબી તરફ વળી રહ્યા છે. જેમાં બેબી ફીટ અને નીરોગી રહે એ માટે મમ્મી યોગા, એક્સર્સાઇઝ, મેડિટેશન, એરોબિક્સ, વેઇટ લિફ્ટીંગ જેવી એક્સર્સાઇઝ કરી બેબીને ગર્ભથી જ મજબુત બનાવે છે. મારી પાસે એક કેસ આવ્યો હતો, જેમાં

‘ બેબી પ્લાન કરતા પહેલા લગભગ 6 -7 મહિના અગાઉ શૈલીબેન મને મળ્યા મેં એમને ડિઝાઈનર બેબી વિશે જણાવ્યુ, તેમજ તૈયારી કરવાનો આજ સાચો તેમજ અનુકૂળ સમય છે એ એમ સમજાવ્યુ. મેન્ડેટરી રિપોર્ટ્સ કરાવ્યા બાદ અમે તૈયારીઓ શરૂ કરી. એ દરમિયાન પ્રેગનેન્સી પહેલાની એક્સરસાઇઝ, પ્રેગનેન્સી દરમિયાનની એક્સરસાઇઝ, પ્રેગનેન્સી પછીની એક્સરસાઇઝ, મેડિટેશન, પાવર યોગા, YOS એરોબિક્સ, વેઈટ લિફટિંગ, ઍકવા એરોબિક્સ, સ્પેશિયલ પ્રેગનેન્સી ડાએટ, વેઈટ મેનેજમેન્ટ, બ્રેસ્ટફિડિંગ ટેક્નિકસ અને બીજી ઘણી બધી આવી જ ટેક્નિકસ અને શેશન લીધા.

આ ઉપરાંત ડિલિવરીના સમયે પણ સ્પેશિયલ એક્સરસાઈઝ વડે લેબર પેઈનમાં વધારો કરી નોર્મલ ડિલિવરી કરાવી. હાલની તારીખે એમની છોકરી 3 મહિનાની થઈ છે. શૈલીબેન કહે છે કે, બીજા બાળકોની સરખામણીમાં ત્રિશા (શૈલીબેનની છોકરી) ખૂબ જ એક્ટિવ છે. રડવાનું ખૂબ એટલે ખૂબ જ ઓછું. ઊંઘ અને જમવાનું બંને વ્યવસ્થિત છે. એની હેલ્થ, ગ્રોથ અને ગ્રાસપિંગ પાવર પણ સારો છે અને એ ઘણી ઇન્ટરેક્ટીવ છે અને જ્યારે તેઓ મને મળવા આવે ત્યારે ખબર નહીં ત્રિશા ખૂબ ખુશ થઈ જાય એના હાથ-પગની મૂવમેન્ટ વધી જાય છે અને જાણે મને મળીને એણે બધી વાત કરી દેવી હોય.’

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Right Click Disabled!