પાટવલી ગામ નજીક સ્કૂલ રોડ પાસે ગાડી ઉછળતા ગાડીમાં બેસેલ મુસાફરનું મોત
દેડીયાપાડા તાલુકાના પાટવલી ગામની નજીક સ્કૂલ રોડ પાસે ગાડી ઉતરતા ગાડીમાં બેસી મુસાફરનું કરૂણ મોત નિપજયું હતું. આ અંગે દેડીયાપાડા પોલીસ મથકે ફરિયાદી સુમનભાઈ દમણિયાભાઈ વસાવા (રહે. શીશા ગામ, પટેલ ફળિયુ )એ આરોપી ભીખાભાઈ ટેડગાભાઈ વસાવા (રહે. માલ) સામે ફરિયાદ નોંધી છે. ફરિયાદની વિગત મુજબ ક્રલૂઝર ગાડી નંબર જીજે 22 એચ 2121ના એ પોતાના કબ્જામાંની ગાડી પૂરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી પટવલી ગામ નજીક રસ્તા ઉપર આવતા સાધારણ ઢોળ ટેકરાવાળી જગ્યાએ ગાડી ઉછળતા ખાલી સાઇડનો દરવાજા પાસે બેસેલા પાર્સિંગભાઈ હુશીયાભાઈ વસાવા રોડ ઉપર પડી જતા માથાના ભાગે ગંભીર ઈજા થતાં દેડિયાપાડા યાહામોગી હોસ્પિટલ સારવાર માટે લાવેલ અને ત્યાંથી વધુ સારવાર માટે અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ ખાતે લઇ જતા હતા તે વખતે ધામણખાડી પુલ નજીક તેનું મોત નીપજ્યું હતું.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા