પ્રાતિજના અંબાવાડા ગામના બસ સ્ટેન્ડ પાસેથી ૩૫,૦૪૦ રૂ નો દારૂ ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ

પ્રાતિજના અંબાવાડા ગામના બસ સ્ટેન્ડ પાસેથી ૩૫,૦૪૦ રૂ નો દારૂ ઝડપી પાડતી ક્રાઈમ બ્રાન્ચ
Spread the love

પ્રાંતિજ પો.સ્ટે ના અંબાવાડા ગામના બસ સ્ટેન્ડ પાસે રોડ ઉપરથી ટાટા સ્પેશીયો ગોલ્ડ ગાડી  કિ.રૂ. ૨,૦૦,૦૦૦ માં ભારતીય બનાવટનો ઇગ્લીશદારૂ/બીયર નંગ- ૩૩૨ કિ.રૂ.૩૫,૦૪૦ નો મુદ્દામાલ મળી કુલ્લે કિ.રૂ.૨,૩૫,૦૪૦ નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનનો ગણનાપાત્ર  કેસ કરતી સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

સાબરકાંઠા જિલ્લામાં પ્રોહીબીશનને લગતા ગુન્હાઓને અંકુશમાં લેવા તથા શોધી કાઢવા માટે   જીલ્લા પોલીસ વડા સાહેબ શ્રી ચૈતન્ય  રવિન્દ્ર મંડલીક સાબરકાંઠા એ એલ.સી.બી ટીમને આપેલ સુચના આધારે શ્રી. વી.આર.ચાવડા, પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી ના માર્ગદર્શન મુજબ પો.સ.ઇ.શ્રી. જે.એમ.પરમાર તથા. હેકો રજુસિંહ, હેકો જુલીયટભાઇ, ડ્રા.પોકો દિલીપસિંહ વિગેરે પોલીસ સ્ટાફ ના માણસો હિંમતનગર સાબરડેરીથી તલોદ જતા રોડ ઉપર  ખાનગી વાહનમાં પ્રોહી.પેટ્રોલીંગમાં હતા દરમિયાન ખાનગી રાહે બાતમી મળેલ કે, “  ‘‘એક સિલ્વર કલરની ટાટા સ્પેસીયો ગાડી નંબર GJ-09-M-6020 ની ગઢોડા અંબાવાડા થઇ પ્રાંતિજ જનાર છે’’ જે બાતમી આધારે રામપુરા ચોકડીથી ખાનગીવાહનમા અંબાવાડા ગામના પાટીયા પાસે બાતમીવાળા વાહનની વોચમાં રહી નાકાબંધી કરી આવતા જતા વાહનો ઉપર વોચમાં હતા દરમ્યાન ગઢોડા રામપુર તરફથી એક સિલ્વર કલરની સ્પેસીયો ગાડી નંબર GJ-09-M-6020 ની આવતાં નાકાબંધી કરી હાથથી ઇશારો કરી ગાડી રોકવા પ્રયાસ કરતા વાહન ચાલકે વાહન ઉભુ રાખેલ જે  ગાડીમા બેસેલ ચાલક ઇસમને પકડી લઇ નીચે ઉતારી ગાડીનુ બોનેટ ખોલાવી જોતા તેમજ પાછળના ભાગે બ્રેક લાઇટો તેમજ સાઇડ લાઇટોને ખોલી જોતા અંદર ઇગ્લીશ દારૂની છુટી બોટલો તથા બિયરના પતારાના ટીન ભરેલ હતા જે ભારતીય બનાવટની ઇગ્લીશદારૂ/બીયર નંગ- ૩૩૨ કિ.રૂ.૩૫,૦૪૦ નો પ્રોહી મુદ્દામાલ ભરેલ હોઇ ટાટા સ્પેસીયો ગોલ્ડ ગાડી નંબર GJ-09-M-6020 ની કિ.રૂ.૨,૦૦,૦૦૦ મળી કુલ કિ.રૂ. કિ.રૂ.૨,૩૫,૦૪૦ નો મુદ્દામાલ કબ્જે કરી (૧) રાજુભાઇ ઉર્ફે રાજકુમાર સન/ઓફ નરેશભાઇ ડામોર રહે. પાડીયા ડામોર ફળીયુ તા. ભીલોડા જી. અરવલ્લી (૨) કાળુ ઉર્ફે લક્ષ્મણભાઇ પુરષોત્તમ દાસ રામચંદાણી (સિંધી) રહે.પ્રાંતીજ તા. પ્રાંતીજ જી.સાબરકાંઠા નાઓ વિરૂધ્ધ પ્રાંતિજ પો.સ્ટે. થર્ડ ગુ.ર.નં. ૨૪૨/૧૯ ધી ગુજરાત પ્રોહિ એકટ કલમ ૬૫એઇ, ૧૧૬બી, ૯૮(૨), ૮૧ મુજબનો પ્રોહી ગણનાપાત્ર કેસ કરી વધુ તપાસ સાબરકાંઠા ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ.  વી.આર.ચાવડા કરી રહ્યા છે.

 

રીપોર્ટ : કુલદીપ ભાટીયા, સાબરકાંઠા

Admin

Admin

9909969099
Right Click Disabled!