હિંદુ સંસ્કૃતિનો સૌથી મોટો તહેવાર એટલે કે દીવાળી

લગભગ દરેક ઘરોમાં દિવાળી નિમિત્તે ઘણી બધી વસ્તુઓ ની ખરીદી થતી હોય છે. જેમાં ઘરના રસોડાથી લઈને ,  સજાવટ તેમજ સાથે સાથે દરેક વ્યક્તિ નાનું હોય કે મોટું પોતાના માટે અવનવા કપડાની ખરીદી કરતો હોય છે. દિવાળી આવતા પહેલા ઘરની સફાઈ ની  સાથે સાથે,પોતાના જૂના કપડાં પણ લોકોને આપવાની શરૂઆત કરી. પરંતુ આ વર્ષથી આપણે પરિવાર દીઠ એટલું ના કરી શકીએ કે પરિવારના સભ્યોના કપડાની ખરીદી વખતે ફક્ત એક જોડી અશક્ત પરિવારના દીકરા કે દીકરી માટે લાવી શકીએ ?

જો આપણે આટલું તો એક પરિવારની દીકરી કે દીકરા માટે કરીશું તો, દિવાળીના દિવસે આપણી જેમ એ પણ  નવા કપડાં પહેરી શકશે અને તો એનો  આનંદ આપણને પણ પ્રફુલ્લિત  અવશ્ય કરશે.  આ વખતે આપણે સંકલ્પ કર્યો કે નવા કપડા ની ખરીદી વખતે આવા પરિવારના ૫ થી ૧૪ વર્ષના દીકરા કે દીકરી માટે એક જોડી નવું કપડું લઈ અને નીચેના સરનામે પહોંચાડીએ.  કોઈ પરિવાર અમારી સાથે આ કપડા આપવા આપવા ઇચ્છે તો સમય અને સ્થળ અને અમે તમને જાણ કરીશું. આભાર.

સરનામું : બી ૧૩,  સાઇબાબા સોસાયટી, ડૉ. હેડગેવાર માર્ગ, ભરૂચ સંપર્ક: ૯૪૨૭૧ ૩૦૩૦૯

Leave a Reply

Your email address will not be published.

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Right Click Disabled!