મેકીંગ એ ડિફરન્ટ ગ્રુપ દ્વારા પ્લાસ્ટિક મુક્ત અભિયાન માટે ગરબા

મેકીંગ એ ડિફરન્ટ ગ્રુપ દ્વારા પ્લાસ્ટિક મુક્ત અભિયાન માટે ગરબા
Spread the love

મેકીંગ એ ડીફરન્ટ ગ્રુપ દ્વારા રાત્રી નવરાત્રી ગરબાનું ભવ્ય આયોજન કરાયું હતું. દેશભરમાં ચાલતા પ્લાસ્ટિક મુક્ત અભિયાનને પ્રોત્સાહન આપવા માટે અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ગરબા કાર્યક્રમ યોજાયો. હતો. જેમાં રુપિયા ૪૫ની કિંમતની કાપડની બેગનું માત્ર રુપિયા ૧૦માં વેચાણ કરાયું હતું. કપડાની સિલાઈ કામની મજુરી કરતી ગરીબ બહેનો પાસે કપડાંની બેગ તૈયાર કરાઈ હતી. જેના કારણે બહેનોને રોજગારી મળી રહે, તથા મહિલાઓને  કાપડની બેગનો ઉપયોગ કરવા પ્રેરીત બની હતી.

દેશભરમાં ચાલી રહેલા પ્લાસ્ટિક મુક્ત અભિયાનને પ્રોત્સાહન આપવા માટે  મેકીંગ એ ડીફરન્ટ ગ્રુપ દ્વારા ભવ્ય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. દશેરા પર્વની રાત્રે રાત્રી બીફોર નવરાત્રી ગરબા મહોત્સવ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓનો થનગનાટ જોવા મળ્યો હતો. લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાની પ્રેરણા આપતા ગરબામાં કાપડની હજારો બેગનું વિતરણ કરાયું હતું. જે બેગ કાપડનું શિવણકામ કરતી ગરીબ બહેનો પાસે તૈયાર કરાઈ હતી. કાપડની બેગની પડતર  કિંમત રુપીયા ૪૫ હતી. પરંતુ લોકોનેે કાપડની બેગનો ઉપયોગ કરવાની પ્રેરણા મળે તે માટે બેગ માત્ર રુપિયા ૧૦ માં વિતરણ કરાઈ હતી.

લોકોએ હજારો બેગ ખરીદ કરી હતી. ખેલૈયાઓ પણ ભવ્ય ગરબામાં ઝુમી ઉઠ્યા હતા. મેકીંગ અ ડીફર્ન્ટ ગ્રુપ એટલેકે મેડ ગ્રુપના સભ્યો કોઈપણ સરકારી સહાય કે દાન વગર પોતાની કમાણીની આવકમાંથી વિવિધ સેવા કાર્ય કરે છે. ગરબામાં કાગળના ચકલીના માળાઓનું વિના મુલ્યે વિતરણ કરાયું હતું.

  • પ્લાસ્ટિક મુક્ત અભિયાન માટે ગરબા યોજાયા
  • ગરબામાં કાપડની હજારો બેગનું વિતરણ
  • ખેલૈયાઓએ ગરબાની મચાવી રમઝટ
  • ચકલીના માળાઓનું વિનામુલ્યે વિતરણ કરાયું
  • મેડ ગ્રુપ દ્વારા રાત્રી બીફોર નવરાત્રી કાર્યક્રમ.
Admin

Admin

9909969099
Right Click Disabled!