अभी बोला – अभी फोक…. રૂપાણી રાજમાં દારૂની રેલમછેલ : મહેસાણામાંથી 12 લાખનો દારૂ જપ્ત

अभी बोला – अभी फोक…. રૂપાણી રાજમાં દારૂની રેલમછેલ : મહેસાણામાંથી 12 લાખનો દારૂ જપ્ત
Spread the love

હવે રૂપાણીજી શું કહેવા માંગો છો …. તે ગુજરાતની પ્રજાને જણાવશો…..

 

શું આજે પણ ગુજરાતની જનતાનું અપમાન થશે… કે પછી રાજનીતિના અખાડા ચાલશે….

 

ગેહલોતના વિધાન પર વિવાદ ઊભો કરનાર ગુજરાત સરકાર આજે કોઈ ખુલાસા અને રદિયા આપશે કે પછી શરમજનક પરિસ્થિતિની નૈતિક જવાબદારી સ્વીકારશે…

 

મહેસાણા ના વિસનગર તાલુકા માંથી 11.70.000 નો વિદેશી દારૂ ઝડપી પડતા ચકચાર

 

મહેસાણામાં દશેરાના દિવસે સડેલી મગફળીના આડમાં  જીલ્લામાં ઠલવાતો દારૂ એલસીબી પોલીસે ઝડપી પાડી એક આરોપીની અટકાયત કરવામાં આવી છે તેમજ આ દરમ્યાન અન્ય 4 ઇસમો ફરાર થઇ જતાં ખળભળાટ મચી ગયો હતો. મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના ગામેથી પોલીસે  બાતમીને આધારે રેડ કરી હતી જેમાં ટ્રક અને એક્ટિવામાંથી 11,70,000નો વિદેશી દારૂ ઝડપી પાડતા ચકચાર મચી ગઇ છે.

મહેસાણા પોલીસને ચોક્કસ બાતમી મળતા વિજયાદશમીએ વિસનગરના ગુંજાળા નજીક મોટી સંખ્યામાં વિદેશી દારૂ કટિંગ થવાનો છે. આથી બાતમી આધારે ઉદલપુર જતાં રસ્તાની બાજુમાં પોલીસે  વોચ ગોઠવી રેડ કરતા 11,70,000નો વિદેશી દારૂ કટિંગ કરતો આરોપી રંગેહાથ ઝડપાઇ ગયો હતો. જેમાં રેડ દરમ્યાન દારૂ કટિંગ કરનાર આરોપી  ઠાકોર દીલીપજી લક્ષ્મણજી રહે. ગુંજાળા, તા. વિસનગરવાળાને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ સાથે વધુ ચાર આરોપીઓ ગાડી લઇ ફરાર થઈ ગયા હતા.

 

ટ્રક પણ ગુજરાતનો, મગફળી પણ ગુજરાતની અને આરોપીઓ પણ ગુજરાતના…!

 

Admin

Admin

9909969099
Right Click Disabled!