જીટીયુ ઝોન-5ની “પ્રિન્સિપાલ મીટ”

જીટીયુ ઝોન-5ની “પ્રિન્સિપાલ મીટ”
Spread the love

 

તા. ૧૦/૧૦/૨૦૧૯ નાં રોજ ડૉ. એસ. એન્ડ એસ. એસ. ગાંધી સરકારી ઇજનેરી કૉલેજ, સુરત ખાતે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ઝોન -૫ ની વિવિધ સંસ્થાઓના આચાર્યોની મીટીંગ રાખવામાં આવી હતી.જેમાં વક્તા તરીકે જીટીયુનાં રજીસ્ટાર ડૉ. કે. એમ. ખેર, કંટ્રોલર ઓફ એક્ષામીનેશન ડૉ. જે. સી. લીલાની, એસોસીએટ ડીન ફાર્મસી ડૉ. ધીરેન શાહ, એસોસીએટ ડીન મેનેજમેન્ટ તૃપ્તિ અલ્મૉલા, સંસ્થાના આચાર્યશ્રી ડૉ.એસ. આર. જોષી તથા વિવિધ   સંસ્થાઓના ૬૦ જેટલા આચાર્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

વક્તાઓએ જીટીયુની પ્રાયોગિક તથા  થીયરી પરીક્ષાઓની કામગીરી અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતાં. ત્યારબાદ વિવિધ સંસ્થાઓના  આચાર્યો સાથે પરીક્ષાની કામગીરી, પેપર ચકાસણી જેવી વિવિધ બાબતો અંગે અગત્યના પાસાઓની ચર્ચા કરવામાં આવી હતી.પરીક્ષાની કામગીરી વધુમાં વધુ સરળ અને પારદર્શક બને તેં અંગે પણ ઘણી વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. પ્રાયોગિક પરીક્ષાને વધુમાં વધુ વિશ્વસનીય બનાવવા અંગેની ગાઈડલાઇન જીટીયુ દ્વારા મીટીંગમાં ચર્ચાયેલા વિવિધ પાસાઓને ઘ્યાનમાં લઇ આપવામા આવશે.

આ મીટીંગમાં સંસ્થાનાં આચાર્ય ડૉ એસ. આર. જોષી દ્વારા પુસ્તક આપીને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ તથા સરકારી ઇજનેરી કૉલેજ, ભરૂચનાં આચાર્ય ડૉ.આર. કે. શુક્લા દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યુ હતાં.અંતે મીટીંગની આભારવિધિ સ્કેટ કૉલેજ, સુરતનાં આચાર્યા ડૉ. હિરેન પટેલ દ્વારા કરવામાં આવી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!