દેશનું અર્થતંત્ર કથળી જવા માટે દોષીત કોણ….?

દેશનું અર્થતંત્ર કથળી જવા માટે દોષીત કોણ….?
Spread the love

ભારતના ચલણને બેંગકોકમા ત્યાના ચલણમા ચેઈન્જ કરી દેવામાં આવતું નથી. પરિણામે પ્રવાસે આવેલ ભારતીયોને ભારે મુશ્કેલ હાલતમાં મુકાવું પડ્યું છે. બેંગકોકમાં જ્યાં ચલણ બદલવા માટેના કાઉન્ટરો છે તે કાઉન્ટર પર પ્રિન્ટ કરેલા બોર્ડ મુકી દેવામાં આવ્યા છે જેમા “નો ઇન્ડિયા એનઆરઆઈ” લખેલ છે તેનો મતલબ છે ભારતનું કોઈપણ ચલણ બદલવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યારે દેશમાં કેટલી ભયંકર મંદી પ્રસરવાની છે તે વિશ્વના દેશો સમજી ગયા છે… તો રૂપિયાનું અવમૂલ્યન થયું છે જે એક હકીકત છે.

આઇએમએફએ પણ કહી દીધું છે કે વિશ્વભરમાં સૌથી વધુ મંદીની અસર ભારતમાં થશે. અને આ વાતની અસર વિશ્વભરના દેશોમાં પડે તે સ્વાભાવિક છે. વિશ્વ બેન્કે પણ કહ્યું છે કે ભારત આઝાદ થયો ત્યારબાદ સૌથી વધુ લોન લેનાર કોઈ દેશ હોય તો તે છે ભારતના વડાપ્રધાન. અરે એ તો ઠીક ભારતનું ૪૦૦ ટન જેટલુ સોનું પણ ગીરવે મૂકી દેવામાં આવ્યું છે. આરબીઆઈમાં લોકોના પૈસા જે રીઝર્વ ફંડમા રાખવામાં આવે છે અને આ ફંડનો ઉપયોગ દેશમાં જ્યારે આર્થિક સંકટ પેદા થાય કે આર્થિક કટોકટી સર્જાય ત્યારે જ તેનો ઉપયોગ કરવામાં આવે છે. પણ ખુદ ભારત સરકારે આ રીઝર્વ ફંડમાંથી ૧.૭૬ લાખ કરોડ મેળવી લીધા છે.

ટૂંકમાં દેશનું અર્થતંત્ર ધીમું પડી ગયું છે- રૂપિયો નબળો પડી ગયો છે- બેરોજગારીની સમસ્યા વધી ગઈ છે- ખરીદ શક્તિ ઘટી ગઇ છે. સરકારે પ્રજાના પૈસે ઉભા કરાયેલા ખાનગી ક્ષેત્રના સાહસો વેચવાનું શરૂ કરી દીધું છે. ત્યારે તમે આ બધી બાબતો માટે દોષ કોને આપશો….? દેશમાં કોમર્શિયલ સેકટરમાં અંદાજે ૮૮ ટકા જેટલો રોકડ પ્રવાહ ઘટી ગયો છે. અનેક નાના-મોટા ઉદ્યોગો બંધ પડી ગયા છે કે ડચકા ખાઈ રહ્યા છે. પરિણામે કરોડોએ રોજગારી ગુમાવી છે.

આરબીઆઇએ જીડીપી વૃદ્ધિદર ૬. ૯ ટકા હતો તે ઘટાડીને ૬.૧ ટકા કરી દીધો છે. કેન્દ્ર સરકારે મંદી નાથવા દેશના અર્થતંત્રની ગાડી પાટે ચડાવવા અનેક પ્રયાસો કર્યા, રાહતો આપી,એનપીએ લોનો માફ કરી… આમ છતાં સરકારને સંપૂર્ણ નિષ્ફળતા મળી છે. દેશમાં મંદી ફેલાવાનું અને મોંઘવારી વધવાના અનેક કારણો છે. ૮મી નવેમ્બર ૨૦૧૬ માં સરકારે નોટ બંધીનું સાહસ કર્યું તેના પરીણામો અત્યારે જાવા મળે છે અને જીએસટીનો વિચાર્યા વગરનો અમલ થતાં અર્થતંત્રની કેડ એટલી હદે તૂટી ગઈ છે કે હવે તેમાંથી દેશ ક્્યારે કેટલા વર્ષે બહાર આવશે કે ઊભો થશે તે કહેવું મુશ્કેલ છે…..!

અત્યારની સ્થિતિ મુજબ દેશનો જીડીપી દર ૨.૭ ટકાએ પહોંચ્યો છે જેને ૨૦૨૪ માં પાંચ મિલિયન ડોલર કરવાનો છે… પણ ત્યાં પહોંચવા મોટી તકલીફ છે. સરકારે બેન્કોની લોન લીધેલાના રૂપિયા સાડા ચાર લાખ કરોડ માફ કરી દીધા. આમ છતાં બેંકોની એનપીએ વધી રહી છે.. છતાં તેના માટે ધ્યાન આપવામાં આવતું નથી…! ૫૦૦થી વધુ બિલિયન ડોલરનું દેશનું દેવું થઈ ગયું છે… ત્યારે દેશની આર્થિક ગાડી પાટા પરથી ખરી પડેલ છે તેગાડી કઈ રીતે પાટા પર ચડશે…? તેવો મહાકાય પ્રશ્ન દેશ સામે ઊભો થયો છે….

સરકાર ખાનગીકરણ કરવા તરફ દોડી રહી છે જેમાં નફો કરતાં જાહેર સાહસોને પણ વેચવા તૈયાર થઈ ગઈ છે… ત્યારે ખોટ કરતા જાહેર સાહસોને નફો કરતા કરવા માટે સરકાર કંઈજ કરતી નથી….ત્યારે જા સરકાર મેનેજમેન્ટમાં બદલાવ લાવે, જે- તે સાહસઘની ત્રુટિઓ દૂર કરે અને તે માટેની જવાબદારી નક્કી કરવામાં આવે તો ખોટ કરતા સાહસો નફો કરતા થઈ જાય…. પરંતુ સરકારની નીતિ ખાનગીકરણ કરવાની છે…. ત્યારે બીજા કોઈ રસ્તો….!!

સરકારની નીતિ કઈ તરફ જઈ રહી છે તેને સમજવું ઘણું જ કઠીન છે….! આજની સ્થિતિએ પણ શહેરના લોકો ગામડાં તરફ જઈ રહ્યા છે જેને સમજવાની જરૂર છે અને ગ્રામ્ય સ્તરેથી જ તમામ આર્થિક સહાય નાના-મોટા ધંધા-રોજગાર કૃષિ ક્ષેત્રને કરે તો જ દેશનું અર્થતંત્ર સુધરશે…. બાકી તો….?!? જયશ્રીરામ…..

 

(જી.એન.એસ, હર્ષદ કામદાર)

Admin

Admin

9909969099
Right Click Disabled!