રાજ્યની 6 બેઠકોની પેટાચૂંટણીમાં નિરસતા કેમ…..?!?

રાજ્યની 6 બેઠકોની પેટાચૂંટણીમાં નિરસતા કેમ…..?!?
Spread the love

ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલ છ બેઠકો માટે યોજાનારી પેટા ચૂંટણીમાં રંગ જામ્યો છે તેમ કોઈ કહે તો તે માની શકાય તેમ નથી… કારણ કે ભાજપના કાર્યકરો નિÂષ્ક્રય બની ગયા છે કે દેખાતા નથી. તો જે દેખાય છે તેઓમા ઉમેદવાર ના સગા સંબંધી વિશેષ પ્રમાણમાં હોય છે… તો કોંગ્રેસના કાર્યકરો દેખાય છે પરંતુ તેમાં જે જાઈએ તે ઓછા પ્રમાણમા દેખાય છે અને તેનું કારણ છે કોંગ્રેસ પક્ષનો આંતરિક ડખો. જાે આ ડખ્ખો ન હોત તો કોંગ્રેસને મોટો લાભ મળી શકે તેમ હતું.

કારણ કે દેશમાં જે મંદીની પરિસ્થિતિ છે અને મોંઘવારીએ માઝા મૂકી છે ત્યારે તેની મોટી અસર ગ્રામ્ય વિસ્તારોમાં થઈ છે. કારણ અતિવૃષ્ટિ અને પુરના પાણીથી ખેતીને મોટું નુકસાન થયું છે તો શહેરમાં નોકરી કરતા અનેક યુવાનો અને પરિવારો તેઓ ત્યાં કામ કરતા હતા કે નોકરી કરતા હતા તે મોટાભાગે બંધ થઈ ગયા છે કે છુટા કરવામા આવ્યા છે તેથી ગ્રામ્ય લોકોમા સરકાર સામે ભારે આક્રોશ છે. ઉપરાત કેન્દ્ર સરકારે જે નિર્ણયો કર્યા તેનાથી પરેશાનીમાં મુકાયેલા લોકો પણ ગુજરાતની ભાજપા સરકાર અને કેન્દ્ર સરકારથી નારાજ છે.

ચુટણી પ્રચારમા ભાજપના કાર્યકરોને મતદારો તેમાંય ખાસ કરીને મહિલાઓ એવા પ્રશ્નો કરે છે કે કાર્યકરો જવાબ નથી આપી શકતા…..! અને તેઓ ભક્તિ કરે તો લોકો સણસણતા સવાલો કરતાં કહેછે કે હવે બહુ ચાપલુસી કરી લોકોનું વિચારો…. પરિણામે છ એ છ બેઠકો પર નિરસતા વ્યાપેલી દેખાય છે. રાજ્યમાં મંદીની અસરને લઈને અનેક ક્ષેત્રના ઉત્પાદન કરતા કે કામ કરતા નાના મોટા અનેક કારખાના બંધ થઇ ગયા છે. તો કેટલાકને છૂટા કરી દેવામાં આવ્યા છે.

આવા બેરોજગારોને શહેરોમાં નોકરી નહીં મળતા વતન તરફ રવાના થઈ ગયેલ છે. જેમાના મોટાભાગના જે છ બેઠકો માટેની પેટા ચૂંટણી યોજાનાર છે તેમાં ઘણા છે. તો ભાજપાના કાર્યકરોને આપણા વડાપ્રધાનશ્રીએ બધાને પંદર-પંદર લાખ આપવાનું કÌšં હતું તેનું શું થયું…? વિદેશમાંથી કાળું લાવવાનું કહ્યું હતું પણ શું થયું…? બધુજ ઉલટુ… નોટબંધી કરી ત્યારે અમારે કલાકોના કલાકો કે દિવસો લાઈનમાં ઉભુ રહેવું પડયું. અને આજે અમારા ધંધા-રોજગાર છીનવાઈ ગયા છે. તો બેન્કોમાંથી મોટા ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયાની લોન લીધી હતી પરંતુ લોન પરત આપી નહી તેની સામે સરકારે પગલાં કેમ ન લીધા…?

અમારી જેવા પાંચ- દસ લાખની લોન લે અને એકાદ બે હપ્તા ન ભરાય તો નોટિસ અને જપ્તી આ કેવુ કહેવાય….? જ્યારે મોટા લોકોની-ઊદ્યોગોની લોન માફ કરી દીધી…તો ખેડૂતોની લોન માફ કેમ નથી કરતા…? અરે એ તો ઠીક ખેત ઉત્પાદનના પૂરતા ભાવ મળતા નથી અને સરકાર કહે છે ડબલ ઉત્પાદન થશે…. આમાં ક્્યાંય થયું હોય તો બતાવો… વળી પાક વીમો ફરજિયાત….પણ ખેડૂતોને તો નુકસાનના પુરા પૈસા આપતા નથી એટલે વિમા કંપની કમાય…તો હેલ્મેટ કાયદા અંગે અનેક પ્રશ્નો કરે છે.

આવા તો અનેક પ્રશ્નો લોકો કરે છે અને ભાજપના કાર્યકરો ખોટો બચાવ કરે તો લોકો તેમને જાકારો આપે છે…..! તો અનેક ભાજપના કાર્યકરો પણ બેરોજગાર બની ગયા છે. તેઓ તો ભાજપનુ નામ સાંભળતા જ ભડકે છે….! આ બધામાં કોંગ્રેસ કાર્યકરોને શાંતિ છે.તેઓને ભાજપા કાર્યકરો જેવા પ્રશ્નોનો સામનો કરવો પડતો નથી. તેઓ કોંગ્રેસ શાસનના સમયની અને કોંગ્રેસે તેના સમયમાં કરેલ કામો પ્રજાને બતાવે છે. અને હવે કોંગ્રેસ શું કરવા માંગે છે તે બતાવે છે. જાે કે કોંગ્રેસને જૂથવાદની અસર થવી જાઈએ તે ઘણી ઓછી છે…. તો લોકો મોંઘવારી અને મંદીથી પરેશાન છે તે તેમના માટે ફાયદારૂપ છે. જે એક સત્ય હકીકત છે.

(જી.એન.એસ, હર્ષદ કામદાર)

Admin

Admin

9909969099
Right Click Disabled!