આહવા ખાતે BSNL ઓફીસના કર્મચારીઓની હાલત ‘ન ઘરના કે ન ઘાટના’ કે જેવી….

આહવા ખાતે BSNL ઓફીસના કર્મચારીઓની હાલત ‘ન ઘરના કે ન ઘાટના’ કે જેવી….
Spread the love

 

સમગ્ર ડાંગ જિલ્લામાં આવેલ એકમાત્ર આહવા સ્થિત BSNL ઓફીસ ની કચેરી આવેલ છે એક બાજુ ગુજરાત સરકાર દ્વારા અનેક BSNL નવા ટાવરોનુ ઝડપી થી નિર્માણ થયું છે અને બીજી બાજુ BSNL કચેરી જર્જરીત અવસ્થામાં છે એટલું જ નહી પરંતુ ઓફીસની અંદરની  ઈલેક્ટ્રિક વાયરોની હાલત એવી છે કે ગમે ત્યારે શોટસર્કીટના કારણે મોટી દુર્ઘટના બની શકે તેવી હાલત હોવા છતાં BSNL ના કર્મચારીઓ ફરજ ના ભાગ રૂપે પોતાના જીવને જોખમમાં નાખી નોકરી કરવા મજબૂર બન્યા છે ત્યારે શું ડાંગ જિલ્લા તંત્ર અને સરકાર આંખ મીચીને મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે.

આવા બનાવો રાજયના જિલ્લાઓમાં અનેક જગ્યાએ થઈ ગયા છે જેમાં આહવામા પણ એક બે વર્ષ પહેલાં વોટરસેડની ઓફિસમાં શોટસર્કિટનો બનાવ બન્યો હતો. છતાં પણ તેનાથી સ્થાનીક તંત્રએ શીખ લીધી નથી અને જાણે ડાંગ જિલ્લા તંત્ર દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે એવુ લાગી રહ્યું છે જો વહેલી તકે સરકારી તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે અને તત્કાલીક વાયરિંગનુ સમારકામ થાય એ જરૂરી બન્યુ છે નહી તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ એને નકારી શકાય એમ નથી.

Admin

Admin

9909969099
Right Click Disabled!